બંગાળથી લઈને પુડુચેરી સુધી કોંગ્રેસ ક્યાંય નથી મધુવનમાં…

231

– ચૂંટણીના મેદાનમાં સતત સફાયો,રાહુલ અને પ્રિયંકા ની નેતાગીરી સામે ફરી સવાલો ઊભા થયા

દેશમાં ચૂંટણી ના મેદાનમાં કોંગ્રેસનો સફાયો ભયંકર રીતે થયો છે અને ગઈકાલે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ ક્યાંય નથી મધુવનમાં જેવો ઘાટ સર્જાયો છે અને કોંગ્રેસને મહા ગંભીર ફટકા પડયા છે.પશ્ચિમ બંગાળથી લઈને પુડુચેરી સુધી કોંગ્રેસ નું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે અને બંગાળમાં મમતા બેનરજીની આંધીમાં કોંગ્રેસ સાવ સાફ થઈ ગઈ છે અને એ જ રીતે ભાજપનું સરકાર બનાવવાનું સપ્નું પણ પૂરું થયું નથી.

બંગાળ ઉપરાંત કેરળ આસામ અને પુડુચેરી માં પણ કોંગ્રેસ પાર્ટીને ભારે ગંભીર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે અને ફરીવાર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની નેતાગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને કોંગ્રેસની અંદર આંતરિક ફાટફૂટ વધુ ઊંડી જવાનો ખતરો ઉભો થઈ ગયો છે.2019 ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કેરળની લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો અને ત્યાં તેમને જીત પણ મળી ગઈ હતી ત્યારબાદ સતત કેરળ નો પ્રવાસ એમણે ચાલુ રાખ્યો હતો તેમ છતાં કોંગ્રેસ ને કોઈ લાભ થયો નથી.

આસામમાં પણ કોંગ્રેસની મનની મનમાં રહી ગઈ છે અને અહીં પણ તેને મોટી નુકસાની સહન કરવી પડી છે.આસામમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસ દ્વારા તરત જ પોતાના તમામ ઉમેદવારોને બીજા રાજ્યમાં ખસેડી લેવામાં આવ્યા હતા.આસામમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ભરપૂર પ્રચાર કર્યો હતો અને બધી જ પોતાની તાકાત કામે લગાડી દીધી હતી પરંતુ આસામમાં તેમની વ્યૂહરચના નિષ્ફળ રહી છે અને કોંગ્રેસની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.પુડુચેરી માં પણ કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ રહી છે અને 23 માંથી તે સીધી ચાર બેઠક પર આવી ગઈ છે.

એજ રીતે તામિલનાડુમાં પણ કોંગ્રેસને કોઈ જાતનો લાભ થયો નથી અને તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી ની નેતાગીરી સામે નિષ્ફળતાના આરોપ ફરીથી શરૂ થઈ ગયા કે અને પાર્ટીની અંદર એમની વિરુદ્ધમાં બહુ મોટો વર્ગ ફરી પાછો દેકારા કરી રહ્યો છે.

Share Now