– છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,57,229 નવા કેસ સામે આવ્યા
નવી દિલ્હી, તા. 4 મે : કોરોના વાયરની બીજી લહેર અત્યારે આખા દેશમાં હાહાકાર માવી રહી છે.તેવામાં ભારતમાં સતત સાતમાં દિવસે એક દિવસની અંદર સાડા ત્રણ લાખ કરતા પણ વધારે નવા કોરોના કેસ નોંધાયા છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,57,229 નવા કેસ સામે આવ્યા છે.તો આટલા સમયમાં જ 3449 લોકના કોરોનાને કારણે જીવ ગયા છે.જો કે છેલ્લા 24 કલાકમાં 3,20,289 લોકો સાજા પણ થયા છે.
ગત 24 કલાકમાં નોંધાયેલા નવા કેસની સાથે દેશમાં કોરોના કેસોનો કુલ આંક 2 કરોડને પાર પહોંચી ગયો છે.તો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક બે લાખને વટી ગયો છે.જેની સાથે ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો છે,જ્યાં કોરોનાના કારણ સૌથી વધારે મોત થયા છે.આ પહેલા રવિવારે દેશમાં કોરોનાના નવા 3.68 લાખે કેસ નોંધાયા હતા.અત્યારે સ્થિતિ એવી છે કે દુનિયાભરમાં દરરોજ કોરોના વાયરસના જે નવા કેસ નોંધાય છે,તેમાંથી 40 ચકા કેસ માત્ર ભારતમાં સામે આવે છે.
કોરોના વેક્સિનની વાત કરીએ તો ત્રણ મે સુધીમાં દેશમાં કુલ 15 કરોડ 89 લાખ કરતા પણ વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.તો દેશમાં અત્યાર સુધીમાં કુલ 29 કરોડ 33 લાખ કરતા વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે.ગઇકાલે દેશમાં 16.63 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.જેનો પોઝિટિવ રેટ 21 ટકાથી વધારે છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
– કુલ કોરોના કેસ – 2,02,82,833
– કુલ ડિસ્ચાર્જ – 1,66,13,292
– કુલ એક્ટિવ કેસ – 34,47,133
– કુલ મોત- 2,22,408