સુરત : સુરતમાં જિલ્લામાં ગ્રામ્ય સ્તરે ઇન્જેક્શન અને ટેબ્લેટની અછત સર્જાઇ છે. ફેબીફલૂ ટેબ્લેટ અને ઓનોગઝા પેરિન ઇન્જેક્શન પર કાપ મુકવામાં આવ્યો હતો.રેમડેસિવિરના ઇન્જેક્શનના સ્થાને દર્દીઓને ફેબીફલૂ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
કોરોનાની સારવાર બાદ દર્દીઓમાં લોહી જાડું થવાની ફરિયાદને લઈ સરકાર તરફથી ઇનોક્ષા પેરિન ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા હતા.સરકારમાંથી દવાનો જથ્થો આવવાનો બંધ થતાં અછત જોવા મળી.જિલ્લા પંચાયતે સ્વંભંડોળની વિકાસ ગ્રાન્ટમાંથી 70 લાખ આપવાની જાહેરાત કરી હતી.સાથે જ અન્ય દાતાઓની રકમ સહિત સવા કરોડની ફેબીફલૂ ટેબ્લેટ ખરીદવા ઓનલાઈન પોર્ટલ ઉપર બીડું મૂકવમાં આવ્યું છે.બીજી તરફ જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ પ્રક્રિયામાં રસી ખૂટી પડતા કામગીરી ઠપ થઇ ગઇ હતી.


