– આતંકવાદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પાક.ને સણસણતો જવાબ
– સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સંસ્થાએ ભારત અને પાકિસ્તાન બન્નેને સ્થિતિ સુધારવાની સલાહ આપી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું, ભારતના પ્રતિનિિધએ પાકિસ્તાનના પ્રતિનિિધને કહ્યું છે કે તે તાત્કાલીક ધોરણે આતંકીઓને મળનારા ફંડને અટકાવે. ભારતનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ફાઇનાન્સ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લીધો હતો.
એફએટીએફએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે, ત્યારે ભારતે પણ હવે પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના 43માં હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના સેશનમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારત પર માનવ અિધકાર ભંગના આરોપો લગાવ્યા હતા. જોકે બાદમાં આ આરોપોનો જવાબ આપતા ભારતના યુએન સિૃથત પ્રથમ સેક્રેટરી વિમર્શ આર્યને કહ્યું હતું કે પાકિસ્તાનના આરોપોનો જવાબ આપવાનો અમારો અિધકાર છે.
પોતાના જવાબમાં બાદમાં વિમર્શે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સિૃથતિ હાલ સંપૂર્ણપણે કાબુમાં છે. તેમ છતા પાકિસ્તાન દ્વારા સરહદે વારંવાર ગોળીબાર કરી આતંકીઓને ઘુસાડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને આ આતંકવાદને ખતમ કરવો જ પડશે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના માનવ અિધકાર સમિતીએ પણ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડેહાથ લીધુ હતું અને માનવ અિધકાર ભંંગને અટકાવવા માટે કહ્યું હતું.
જ્યારે બીજી તરફ માનવ અિધકાર ભંગને લઇને સંયુક્ત રાષ્ટ્ર માનવ અિધકાર પંચે ભારતને પણ સલાહ આપી છે. યુએનના હ્યુમન રાઇટ બોડીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભારતમાં સીએએને લઇને જે વિરોધ થઇ રહ્યો છે તે ચિંતાજનક છે અને સરકારે આ અંગે વિચારવું જોઇએ.
બાદમાં ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે અમને લાગી રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર માનવ અિધકાર બોડીએ જે દાવા કર્યા છે તેને લઇને તેણે વધુ તપાસ કરવાની જરૂર છે કેમ કે હાલ સિૃથતિ શાંત છે અને કોઇ જ વિવાદ નથી. પાકિસ્તાન અને અન્ય દેશોમાં હિંદુ, બુદ્ધ વગેરેની ખુલ્લેઆમ હત્યા થઇ ત્યારે આ મુદ્દે કેમ સવાલો ન ઉઠાવ્યા?