પ્રયાગરાજ, તા. 29 ફેબ્રુઆરી 2020 શનિવાર
PM નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં પરેડ મેદાનમાં દિવ્યાંગોને સાધનોનું વિતરણ કર્યુ. તેઓ 300 દિવ્યાંગો સાથે મન કી બાત પણ કરવાના છે. વડાપ્રધાન મોદી શનિવારે લગભગ 11 વાગે પરેડ મેદાન સ્થિત કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.
PM મોદીએ કહ્યુ કે તીર્થરાજ પ્રયાગરાજમાં આવીને હંમેશા એક અલગ પવિત્રતા અને ઉર્જાનો અહેસાસ થાય છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હુ કુંભમેળા દરમિયાન પવિત્ર ધરતી પર આવ્યો હતો ત્યારે સંગમમાં સ્નાન કરીને મને વધુ એક સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતુ.
અમને વરિષ્ઠોની સેવા કરવાનો અવસર મળ્યો છે. અહીં લગભગ 27 હજાર સાથીઓને સાધનો આપવામાં આવ્યા છે. જેમાં ટ્રાયસિકલ, વ્હીલચેર આપવામાં આવી છે. અમને જણાવવામાં આવ્યુ છે કે આ સામાજિક સશક્તિકરણ શિબિરમાં કેટલાક રેકોર્ડ બનશે.
કાર્યક્રમની શરૂઆત કરવાની સાથે જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળાને પીએમ મોદીના પ્રયત્નો અને આશીર્વાદના કારણે વૈશ્વિક માન્યતા મળી છે. ગંગા શુદ્ધ થઈ છે.
અમે કોઈ ભેદભાવ વિના સમાજના દરેક વર્ગના લોકોને તમામ વિકાસ યોજનાઓનો લાભ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.