પ્યોંગયાંગ, તા.29 જાન્યુઆરી 2020, શનિવાર
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર પાડોશી દેશ નોર્થ કોરિયામાં પણ જોવા મળી રહી છે.
આખી દુનિયામાં આ વાયરસથી મોતને ભેટેલા લોકોનો આંકડો 3000 સુધી પહોંચવા આવ્યો છે. આમાંથી 2835 મોત ચીનમાં જ થયા છે. જોકે વાયરસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કિમ જોંગે પોતાના અધિકારીઓને ધમકી આપી છે કે, જો વાયરસ દેશમાં ફેલાયો તો તમારે ગંભીર પરિણામ ભોગવવા પડશે.ઉત્તર કોરિયામાં ગંભીર પરિણામની સજા મોત પણ હોઈ શકે છે તે બધા જાણે છે.
ઉત્તર કોરિયાએ પોતાની બોર્ડરો સીલ કરી દીધી છે. ઉત્તર કોરિયાના અન્ય એક પાડોશી દેશ દક્ષિણ કોરિયા સુધી વાયરસ પહોંચી ગયો હોવાથી કિમ જોંગની બીક વધી ગઈ છે. જોકે ઉત્તર કોરિયાની રાજધાનીમાં હજી સુધી વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી.ઉત્તર કોરિયાએ પર્યટકો પર બેન મુકી દીધો છે અને આંતરરાષ્ટ્રિય ટ્રેન તેમજ ફ્લાઈટો પર પણ રોક લગાવી દીધી છે.