છોટા રાજન : પ્રેમમાં પતી ગયો બડા રાજન અને રાજેન્દ્ર નિખાલજે ઉર્ફે છોટા બની ગયો ડોન

265

અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનનું કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયું છે.ઑલ ઇન્ડિયા રેડિયોએ આ સમાચારની પુષ્ટિ કરી હતી.2015માં ઇન્ડોનેશિયામાંથી ધરપકડ બાદ છોટા રાજન તિહાડ જેલમાં બંધ હતો અને કોરોના થયા બાદ એઇમ્સમાં સારવાર હેઠળ હતો જ્યાં તેનું મૃત્યુ થયું છે.2018માં મુંબઈની વિશેષ મકોકા કોર્ટે પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છોટા રાજન સહિત નવ અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

કહેવાય છે કે કોઈ એક કહાણી પૂર્ણ થાય, ત્યાંથી જ નવી કથાની શરૂઆત થતી હોય છે.જ્યાંથી બડા રાજન એટલે કે રાજન નાયરની કહાણી પૂરી થઈ,ત્યાંથી છોટા રાજનની કહાણી શરૂ થઈ.રાજન નાયર દરજીકામ કરતો અને 25-30 રૂપિયા રળી લેતો હતો.દરમિયાન ગર્લફ્રેન્ડને બર્થડે ગિફ્ટ આપવા માટે નાયરે ઓફિસનું ટાઇપરાઇટર ચોર્યું અને 200 રૂપિયામાં વેચી નાખ્યું.આ પૈસામાંથી રાજન નાયરે તેની ગર્લફ્રેન્ડ માટે સાડી ખરીદી.પોલીસે તેની ધરપકડ કરી.રાજનને ત્રણ વર્ષની જેલની સજા થઈ.

ગુસ્સે ભરાયેલા રાજન નાયરે જેલમાંથી બહાર નીકળીને પોતાની ગેંગ બનાવી, જેને ‘ગોલ્ડન ગેંગ’ નામ આપ્યું.આગળ જતા આ ગેંગ ‘બડા રાજનની ગેંગ’ તરીકે કુખ્યાત બની.રાજનની ગેંગમાં અબ્દુલ કૂંજુ નામનો સાગરીત હતો.થોડા દિવસો બાદ કૂંજુએ રાજન નાયરની ગર્લફ્રેન્ડ સાથે નિકાહ કરી લીધા.આથી રાજન નાયર તથા અબ્દુલ વચ્ચેની મૈત્રી દુશ્મનીમાં પલટી ગઈ.અખબારોમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે,પઠાણ ભાઈઓની મદદથી કુંજુએ કોર્ટની બહાર એક રીક્ષાવાળા મારફત રાજન નાયરની હત્યા કરાવી નાખી.અહીંથી જ ‘બડા રાજન’ની કહાણી પૂરી થઈ અને છોટા રાજનની કહાણી શરૂ થઈ.એક સમયે તે 1993ના મુંબઈ બ્લાસ્ટ્સના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમનો રાઇટ હેન્ડ હતો.દાઉદ અને છોટા રાજનની માત્રી એક શખ્સને ખૂબ જ ખટકતી, આ શખ્સ એટલે છોટા શકીલ.તેણે છોટા રાજનને મરાવી નાખવા માટે અનેક પ્રયાસ કર્યા હતા.

Share Now