ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી; પાટીલ ભાઉના નામે સોશ્યિલ મિડિયામાં પોસ્ટ વાઇરલ : યુઝર્સએ લઇ નાખ્યો ઉઘડો

1275

– સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઈરલ કરનાર સામે FIR દાખલ કરવામાં આવશે : પાટીલ

સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ફોટો સાથેની પ્લેટ મીડિયામાં ફરતી થઇ છે.જેમાં ભાજપ ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથીના લખાણ લખી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયા છે.જેની સામે FIR દાખલ કરવામાં આવશે તેવું સીઆર પાટીલે જણાવ્યું હતું.

આજે સવારથી જ સોશિયલ મીડિયામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરીને લખાણ લખવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ ઈન્જેક્શનનો કાળા બજાર થયો નથી. ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ નાગરિક હોસ્પિટલ બીલ ના કારણે દેવાદાર નથી થયું. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી.ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલના બિલ પર લગામ લગાવવાનું કાર્ય કર્યું છે.આ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી લીધી હતી.

સુરતમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તા,નેતાઓ દ્વારા આ લખાણને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યું છે.સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરવામાં આવી હતી તેના પર કમેન્ટનો મારો જોવા મળ્યો હતો.સરકારનો ઉધડો લેતા હોય તે પ્રકારની કોમેંટ સોશ્યલ યુઝર્સ લગતા દેખાયા હતા લોકોમાં સરકારને લઈને જે રોજ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી પોસ્ટને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું કે, અમારા ધ્યાન પર આ બાબત આવી છે.અમે તેને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છીએ.કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને વહેતી કરવી એ ગુનાહીત કાર્ય છે.જે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ લખાણ લખીને ખોટી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Share Now