સમય બદલાયો : ખ્રિસ્તી સમાજ કોરોનાગ્રસ્તોને દફનાવાને બદલે કરી રહયા છે દાહ સંસ્કાર

283

વારાણસી, તા.૧૪: કોરોના કાળમાં પહેલીવાર મંદિર,મસ્જીદ,ગુરૂદ્વાર અને ચર્ચમાં પ્રતિકાત્મક પૂજા,ઇબાદત,બંદગી અને પ્રાર્થના થઇ રહી છે.હવે સદીઓ પુરાણ સંવેદનશીલ રિવાજો પણ બદલાઇ રહયા છે.આ રિવાજ ક્રિશ્ચીયન લોકો સાથે સંકળાયેલો છે. અહીં સંક્રમિત લોકોના પાર્થિવ શરીર સીધા નથી દફનાવાતા પણ તેમના અંતિમ સંસ્કાર ચિતા પર અથવા સીએનજી ચાલિત શબદાગૃહમાં અગ્નિ સંસ્કાર થઇ રહયા છે.

અગ્નિદાહ આપ્યા પછી તેની રાખને કળશમાં રાખીને તેને કબ્રસ્તાનમાં દફનાવાઇ રહી છે.બનારસમાં ક્રિશ્ચીયન સમાજના પાંચ લોકોએ પોતાના પરિજનોના અંતિમ સંસ્કાર આવી રીતે કર્યા છે.ક્રિશ્ચીયન સમાજમાં શબને ચર્ચમાં લઇ જઇને પ્રાર્થના કરવામાં આવે છે અને પછી તેને કબ્રસ્તાન લઇ જવાય છે.કેટલાય લોકો શબને ઘરમાં બોકસમાં રાખે છે.કબ્રસ્તાનમાં શબને બોક્ષમાં રાખીને તેને દફન કરવાની પરંપરા છે.બનારસ ક્રિશ્ચીયન સેમેટ્રી બોર્ડના મંત્રી ફાધર વિજય શાંતિરાજે કહયું કે કોરોનાથી થયેલ દર્દીઓના શબને બાળવાનો પણ વિકલ્પછે.આવા શબને હરિશ્ચંદ્ર ઘાટ પર અગ્નિદાહ અપાય છે.પછી ત્યાંથી રાખ કળશમાં ભરીને ચૌકાઘાટ કબ્રસ્તાનમાં દફનાવાય છે.

Share Now