મુશ્કેલીમાં ફસાયા પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર, દિલ્હી પોલીસે માંગ્યા જવાબો, જાણો શું છે સમગ્ર મામલો?

235

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર કોરોનાકાળમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે.ગૌતમ ગંભીર લોકોની મદદ માટે રાત-દિવસ મહેનત કરે છે,જોકે, આ કારણે હવે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

હકીકતમાં, હવે ગૌતમ ગંભીર દિલ્હી પોલીસની રડારમાં આવી ગયા છે.આ મુશ્કેલીઓ દિલ્હીના લોકોને દવાઓનું વિતરણ કરવાથી વધી છે.

મુશ્કેલીમાં ગૌતમ ગંભીર

25 એપ્રિલના રોજ ગૌતમ ગંભીરે તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘આ મુશ્કેલીના સમયમાં આપણે એક બીજાનો સાથ આપવાનો છે! આવતીકાલથી અમે દિલ્હીના વધારેમાં વધારે લોકોને Fabiflu દવા ઉપલબ્ધ કરાવીશું,જેને તમે જી.જી.એફ. ઓફિસ (22, પુસા રોડ) પર 10 થી 4 વાગ્યાની વચ્ચે જઈને લઈ શકો છો.આ માટે તમારે તમારું આધાર કાર્જ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન દેખાડવું પડશે.આ સિવાય અમે ઓક્સિજન સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.’

ગૌતમ ગંભીરે આ કામ સારા ઇરાદાથી કર્યું હતું,પરંતુ હવે તેમની મુશ્કેલીઓ આના કારણે વધી ગઈ છે.આ અંગે દિલ્હી પોલીસે તેમની પાસે કેટલાક પ્રશ્નોના જવાબ માંગ્યા છે. દિલ્હી પોલીસ જાણવા માંગે છે કે, તેમને Fabifluની દવાઓ ક્યાંથી મળી.કેટલાક રાજકારણીઓએ પણ ગૌતમ ગંભીર પર દવાના વિતરણને લઈને સવાલ ઉઠાવ્યા છે.

Share Now