– દર્દીઓને આપવામાં આવે છે બાબા રામદેવે લોન્ચ કરેલી કોરોનિલ દવા
– ICMRની લિસ્ટમાં નથી સામેલ કોરોનિલ દવા
– WHOએ સર્ટિફિકેટ આપવાનો પહેલા જ કર્યો છે ઈનકાર
ICMRએ કોરોનિલનો ઉલ્લેખ કોરોનાની સારવારના સંબંધમાં ન હતો કર્યો. WHOએ આ દવાને માન્યતા પણ નથી આપી.તેમ છતાં કેન્દ્રીય શિક્ષા મંત્રી કોરોના દર્દીઓને કોરોનિલ કિટ વહેચી રહ્યા છે.યોગગુરુ બાબા રામદેવે જ્યારે કોરોનાની દવાઓ લોન્ચ કરી હતી તો તેને લઈને ખૂબ બબાલ થયો હતો.ભારતમાં પતંજલીની કોરોનિલને કોરોનાની સારવાર માટે માન્યતા નથી આપી.અહીં સુધી કે ડોક્ટરોના સંગઠને તેનો વિરોધ પણ કર્યો હતો. WHOએ પણ રામદેવની કોરોનિલને માન્યતા ન હતી આપી.હવે કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક કોરોનિલ કિટને લોકોમાં વહેચી રહ્યા છે.
ગાઈડલાઈનમાં પતંજલીની દવાનો કોઈ ઉલ્લેખ નહીં
શિક્ષા મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું, ‘હરિદ્વારના 2500 કોવિડ દર્દીઓને તેમની સામાન્ય સારવારની સાથે સાથે કોરોનિલ દવા પણ આપવામાં આવી રહી છે.’ જણાવી દઈએ કે કોરોનાની સારવારની ગાઈડલાઈનમાં ICMRએ કોરોનિલનો કોઈ ઉલ્લેખ નથી કર્યો.ત્યાર બાદ 17મે એ જાહેર કરેલી ગાઈડલાઈનમાં પણ પતંજલીની આ દવાનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.હવે પ્રશ્ન એ છે કે જ્યારે સરકારની તરફથી આ દવાને માન્યતા નથી આપવામાં આવી તો સરકારના મંત્રીઓ તેને વહેચી કેમ રહ્યા છે?
WHOએ સર્ટિફિકેટનો કર્યો હતો ઈનકાર
તમને જણાવી દઈએ કે રામદેવે આ દવા લોન્ચ કરી હતી તો તેમની સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને નિતિન ગડકરી પણ હાજર હતા.બાદમાં વિપક્ષે સવાલ પુછ્યા હતા કે જે દવાઓ પ્રામાણિક નથી તેની લોન્ચિંગમાં સરકારના લોકો શું કરી રહ્યા છે? જોકે રામદેવની પતંજલીએ દાવો કર્યો છે કે તેને WHOએ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ આપ્યું છે.ત્યાર બાદ WHOએ આ વાતનો ઈનકાર કર્યો હતો.
કોરોનામાં આ દવા કારગર હોવાનો બાબા રામદેવનો દાવો
રામદેવ હજુ પણ આ દવાને કોરોનામાં કારગર માને છે અને દાવા કરે છે કે આ ઈમ્યૂનિટી વધારવાનું કામ કરે છે.જ્યારે WHOએ સ્પષ્ટ પણે કહી દીધુ છે કે તેણે કોઈ ઓફિસયલ ઓષધિને કોરોના વિરૂદ્ધ માન્યતા નથી આપી તો પતંજલિ આયુર્વેદના સ્વામી બાલકૃષ્ણે સ્પષ્ટતા કરી હતી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોઈ પણ દવાને મંજૂરી આપવા અથવા ખારિજ કરવાનું કામ નથી કરતું.

