PM MODI દિલ્હીથી ભાવનગર પહોચીને તેમણે ગુજરાતનાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યું હતું.આશરે બે કલાક જેટલો સમય તેમણે આનાં માટે ફાળવ્યો હતો.ટૂંક સમયમાં વજડાપ્રધાન અમજાવાદ ખાતે પહોચીને એરપોર્ટ પર જ અધિકારીઓ સાથે બેઠક કરશે.રાજ્યનાં પાંચ મહત્વનાં અધિકારીઓ સાથે તે બેઠક કરશે.આ અધિકારીઓમાં સીએમ,ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ,સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે.કૈલાશનાથન,રેવન્યુ ACS પંકજ કુમાર સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી રહેશે હાજર.આ અધિકારીઓપીએમ ને પ્રેઝન્ટેશન રજૂ આપશે. ડીઝાસ્ટર વિભાગે કરેલા પ્રાથમિક સર્વે નો ડેટા રજૂ કરાશે.એક અંદાજ પ્રમાણે તાઉતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે ૩૦૦૦ કરોડનું નુકશાન બતાવવામાં આવી રહ્યું છે.વડાપ્રધાન દ્વારા કેન્દ્ર કરફથી ગુજરાતને રાહત પેકેજ જાહેર કરાય તેવી સંભાવના છે.
કયા ક્ષેત્રમાં કેટલું નુક્શાન
– પાવર સેકટર મા -૧૪૦૦ કરોડ
– ખેતીવાડી માં – ૧૨૦૦ કરોડ
– રોડ બિલ્ડીગ ક્ષેત્રે – ૫૦ કરોડ
– અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ


