‘ગો કોરોના ગો’ નું નવું વર્ઝન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.આમાં ‘બાબા’ કોરોનાને ભગાડવા માટે યજ્ઞ કરતા જોવા મળે છે.પણ યજ્ઞl સુધી તે ઠીક હતું,પણ બાબાના વિશેષ ‘કોરોના મંત્ર’ સાંભળ્યા પછી કોરોનાની તો ખબર નહીં પરંતુ કેટલાક લોકો ચોક્કસ ડરી ગયા છે! જો તમને આ વિડીયોની ખબર નથી તો પછી આ વિડિઓને ચ્ક્કાસ જુઓ.વિડીયો જોઇને તમને લાગશે કે આ તો ‘ગો કોરોના ગો’નો નેક્સ્ટ લેવલનો વિડીયો છે.
વાયરલ થઇ રહ્યો છે વિડીયો
આ વીડિયોને મંગળવારે ઇન્સ્ટાગ્રામ યુઝર varindertchawla એ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં GO Corona Go Version 2.0 લખ્યું છે.તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ ક્લિપને 27 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.
શું છે વિડીયોમાં
તમે જોઈ શકો છો કે પૂજા દરમિયાન એક વિચિત્ર રીતે ‘કોરોના મંત્ર’નો પાઠ કરતી વખતે બાબા યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. જ્યારે તેની શૈલી ઘણા લોકોને હસાવતી હોય એવું લાગી રહ્યું છે.ત્યારે એક તરફ,કેટલાક લોકો ભયભીત પણ થઇ ગયા હોય એવું લાગે છે છે.ઘણા વપરાશકર્તાઓએ આ અંગે પોતાનો પ્રતિસાદ આપ્યો છે. ઘણા વપરાશકર્તાઓએ પૂછ્યું, ‘શું કોરોના અંધશ્રદ્ધાથી ભાગશે?’ જ્યારે કેટલાકએ લખ્યું – બાબા ઢોંગી છે!
કેટલાક લોકો આ વિડીયોને જાણીજોઈને મસ્તી મજાક માટે બનાવવામાં આવ્યો હોય એમ માની રહ્યા છે.તો કેટલાક લોકો અંધશ્રદ્ધા પર સવાલો ઉઠાવી રહ્યા છે.જો કે મોટાભાગના લોકો મજાક મસ્તીથી જ આ વિડીયો જોઈ રહ્યા છે અને આનંદ લઇ રહ્યા છે.કોઈ એ એમ પણ કોમેન્ટ કરતા કટાક્ષ કર્યો છે કે ‘હવે ત્રીજી લહેર પાક્કી.’

