ગુજરાતમાં તૌકતે વાવાઝોડું કહેર બનીને આવ્યું.આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાંડવ મચાવ્યું.આ વાવાઝોડાની સામે પહોંચી વળવા તંત્ર કામે લાગ્યું હતું.આ સિવાય લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા હતા.આ ક્રમમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ પોતાના ફેસબૂક પેજ પર એક પોસ્ટ મુકીને વાવાઝોડાની સ્થિતિ શું છે તેવા અભિપ્રાયો મગાવ્યા.ગોપાલ ઈટાલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની સ્થિતિ શું છે ? વિસ્તારના નામ સાથે જણાવો.

ગોપાલ ઈટાલિયાની આ પોસ્ટના જવાબમાં એક વ્યક્તિએ મશ્કરી કરી અને વિચિત્ર માગ કરી.નવસારીના એક વ્યક્તિએ ગોપાલ ઈટાલિયાની પોસ્ટ પર કોમેન્ટ કરતા દારૂની વિચિત્ર માગ કરી હતી.પોસ્ટ પર આવી કોમેન્ટ કરતા ગોપાલ ઈટાલિયાએ તેનો જવાબ આપતા લખ્યું હતું કે, “માજી બુટલેગર અને હાલમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલનો સંપર્ક કરો, મેળ પડી જશે.” નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં આ કોમેન્ટની તસવરી વાયરલ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હવે સોશિયલ મીડિયા પર પક્ષ-વિપક્ષ દ્વારા જાહેરમાં આ પ્રકારની બેફામ વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.ત્યારે હવે ગોપાલ ઈટાલિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વિરૂદ્ધ કરેલી ટિપ્પણી અંગે હજી સુધી ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.


