કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ સ્ત્રી સશક્તિકરણ અને સ્વચ્છ ભારત અભિયાનમાં એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહ્યુ છે.ભારતનુ દરેક ઘર સ્વચ્છ ઘર બને એવો સંકલ્પ કર્યો છે.જેની માટે દરેક સ્ત્રી ને વિનંતી છે,કે ફાઇબર માંથી બનેલા પેડનો ઉપયોગ કરે. પરંતુ આજની તારીખમાં તે દરેક દુકાનોમાં સરળતાથી ઉપલબ્ધ નથી.પણ કંપનીઓના સિન્થેટિક પેડ ઉપલબ્ધ છે,જે પ્લાસ્ટિક પોલીમસૅ અને પોલિથીલિન જેવા રસાયણો માંથી બને છે.જે લાંબા સમય સુધી વાપરવાના કારણે કેન્સર જેવી બીમારીને આમંત્રણ આપે છે.
કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ નો ઉદ્દેશ્ય એ છે કે પર્યાવરણ અને પ્રકૃતિને વપરાયેલા સેનીટરી નેપકિન તથા વપરાયેલા ડાયપર ના કહેરથી સુરક્ષિત રાખે.ફાઇબરના નેપકીન ને ધરતી માં ભળતા છ મહિના લાગે છે અને સિન્થેટિક સેનેટરી નેપકીન ને ૮૦૦ વર્ષ લાગે છે.તો તમે જ વિચારો કે અત્યાર સુધીમાં કરોડોની સંખ્યામાં જે પેડસ્ અને ડાયપર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પયાર્ડમા ખડકાયેલા છે.તેમણે ત્યાં પડ્યા પડ્યા ધરતીને કેટલું નુકસાન પહોંચાડયું છે.પેડમાં રહેલા ઓર્ગેનોક્લોરિન થી ધરતી એટલી દૂષિત થઈ રહી છે,જેથી ભવિષ્યમાં ધરતીનો એ ભાગ સડીને ઉગનારી વનસ્પતિની ગુણવત્તાને ખતમ કરી રહી છે.પેડસ્ ને જો બાળવામાં આવે છે,તો ઝેરી વાયુ હવામાં ભળે છે.અને દરેક જીવના શ્વાસોશ્વાસની પ્રક્રિયા નું સંતુલન બગાડે છે.
મજૂર વર્ગની દીકરીઓ ડમ્પયાર્ડમાં જઈને યુઝડ પેડ ગોતે છે.તેને ઘરે જઈને ધૂએ છે અને તડકામાં સુકવીને પાછુ પોતાના જ માસિક દરમ્યાન વાપરે છે.આ અજ્ઞાનતા એમને એડસ્ ,સર્વાઇકલ કેન્સર અને આવી અન્ય ખતરનાક બીમારી તરફ ધકેલે છે.
ગાય,કુતરા ખોરાકની શોધમાં રસ્તા પર ફરે છે ત્યારે અજાણતા,એમના મોઢામાં આવા પેડ જાય છે. જેમ કે ગાય આ પેડસ્ ને ખાય છે તો તેની પાચનક્રિયા બગડે છે.જે ધીમે ધીમે મૃત્યુ તરફ લઈ જાય છે.પેટમાં ને પેટમાં હોવાના કારણે અન્ય ખોરાક ઓછો ખાય છે અને નીચી ગુણવત્તાનુ દૂધ આપે છે.જે પાછુ મનુષ્ય પણ પીવે છે,એટલે ફરીને પાછા મનુષ્યના સ્વાસ્થ્ય સાથે પણ રમત રમાઈ રહી છે.કુતરા જો ભૂલથી ખાઈ લે છે તો એમને ગળું અને શ્વાસ રૂંધાવા જેવી સીરિયસ પ્રોબ્લેમ થાય છે. અને જાડા છૂટવા જેવી મેડિકલ ઈમરજન્સી આવે છે.
ઇન્સિનરેટર એટલે પ્રકૃતિ અને મનુષ્યના મજબૂત સ્વાસ્થ્ય માટેનું રોકાણ.એક પેડ બાળવામાં માત્ર પચાસ થી સીત્તેર પૈસાનું જ વીજળીનું બિલ આવે છે.એટલે જો તમે એક દિવસમાં વધુમાં વધુ ૧૦ પેડ પણ બાળો છો તો, વીજળીનું બિલ માત્ર પાંચ રૂપિયા આવે છે.એક પેડ બળયા પછી અડધી ચમચી ભરીને જે રાખ નીકળે છે,એનો નિકાલ તમે ચાહો એમ કરી શકો છો.ડસ્ટબીનમાં અથવા તો કુંડામાં ખાતર તરીકે.ઈન્સિનરેટર ના વપરાશથી ગટર,કમોડ તથા પાઇપલાઈન પણ ચોકઅપ થતા અટકી જાય છે.ધરતી,હવા પાણી પ્રદૂષણ રહિત બને છે.
આપણે સેનૅટરી નેપકીન વાપરીને માત્ર અડધી જવાબદારી નિભાવી રહ્યા છે.પ્રકૃતિ ને નુકસાન પહોંચાડ્યા વગર,વપરાયેલા નેપકિન નો નિકાલ વ્યવસ્થિત રીતે કરીએ તો જ પૂર્ણ જવાબદારી નિભાવી કહેવાય.અજ્ઞાનતામાં થયેલા પ્રકૃતિના આ સર્વનાશ ને મનુષ્યએ જ સુધારવાનું છે.કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ એ આ ઝુંબેશ ઉપાડી ને અતુલ્ય કાર્ય કર્યું છે.પર્યાવરણ પ્રેમીઓ નો સરાહનીય પ્રતિસાદ પણ મળી રહ્યો છે.અને સારી એવી સંખ્યામાં દરેક ઘરમાં ઈન્સિનરેટર
વસાવવામાં આવી રહ્યું છે.હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે.જે સવૅનાશ થયો છે,એનુ નવસજૅન પણ આપણેજ કરવાનુ છે.આવનારી પેઢીને પ્રદૂષણ રહિત હવા,પાણી અને ધરતી સોંપીએ.આ આપણી નૈતિક જવાબદારી છે.


