વાવાઝોડા તાઉતેના કહેર વચ્ચે મુંબઈ નજીક અરબ સાગરમાં ડુબેલા બાર્જ P305ને લઈને હવે પગલા લેવામાં આવ્યા છે.મુંબઈ પોલીસે આ મામલે જહાજના કેપ્ટન રાકેશ બલ્લવ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.રાકેશ બલ્લવ પર ચીફ ઈન્જીનિયરે બેદરકારીનો આરોપ લગાવ્યો છે.જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા.
મુંબઈ પોલીસે હવે ફરિયાદ નોંધી છે અને રાકેશ બલ્લવની શોધખોળ શરુ કરી છે.પોલીસનું કહેવું છે કે આ ઘટનાક્રમમાં કેપ્ટન રાકેશનું નિવેદન લેવું જરૂરી છે.આ મામલે તપાસ કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે.
બાર્જ P305 અરબ સાગરમાં વાવાઝોડા સમયે ડુબ્યુ હતું જેમાં 49 લોકોના મૃત્યુ થયા હતા.જ્યારે અંદાજે 200 લોકોને નેવી દ્વારા બચાવવામાં આવ્યા હતા.હવે બાર્જના ચીફ ઈનંજીનિયર મુસ્તફિઝુર રહમાનની ફરિયાદ પર કેપ્ટન રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે વાવાઝોડા અંગે પહેલાથી જાણકારી હોવા છતાં કેપ્ટને સુરક્ષિત રીતે ત્યાંથી નીકળવા કોઈ પગલા ભર્યા નહીં જેના કારણે 300 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.