– અલગ અલગ કામગીરી સોંપાતી હોવા છતાં યોગ્ય વળતર ન મળતા રોષ
સુરત : સુરત શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો ફરજ નિભાવે છે.સંખ્યામાં આશાવર્કરો કામ કરી રહી છે.તેમના દ્વારા અલગ-અલગ પ્રકારની સરકારી યોજનાઓમાં ફરજ નિભાવાની આવે છે.વિશેષ કરીને આશાવર્કરો બાળકોને પોલિયોની રસી આપવામાં,મમતા દિવસની કામગીરીમાં કે જનની સુરક્ષા યોજના જેવી અલગ અલગ યોજનાઓમાં ફરજ નિભાવે છે.ઘણી આશા વર્કરો દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી ફરજ નિભાવી રહ્યા છે.
કોરોના સંક્રમણ કાળ દરમિયાન વેક્સિનેશનમાં પણ કામ કર્યું છે.પરંતુ તેમને રોજનું વેતન માત્ર 30 થી 33 આપવામાં આવી રહ્યું છે.જ્યારે પણ અમને મેડિકલ ઓફિસર દ્વારા કે નર્સ દ્વારા કામગીરી માટે બોલાવવામાં આવે છે ત્યારે અમે તમામ કામગીરીમાં પોતાની હાજરી નોંધાવી છે.શહેરી વિસ્તારથી લઈને અંતરિયાળ ગામડાઓમાં પણ આશા વર્કર બહેનો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે.પરંતુ અમને મળવવા વેતન મળી રહ્યું નથી.તેનાથી તેઓ પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતા નથી.સરકારે સંવેદનશીલતા દાખવીને વેતન વધારવા માટે ઝડપથી નિર્ણય લેવો જોઈએ.
આશાવર્કર હંસાબેન સંદર્ભે જણાવ્યું કે તમામ બાબતે ફરજમાં આગળ રહેતી આશાવર્કરો સાથે સતત અન્યાય થઇ રહ્યો છે વર્ષોથી અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે ફિક્સ પગારની માગણી કરી રહ્યા છે.પરંતુ તે પૂરી કરવામાં આવી નથી.કોરોના સંક્રમણ કાળ દરમિયાન અમે જીવન જોખમે પણ સેવા આપી છે.માસિક 10 થી 15 હજાર રૂપિયાનું વેતન આપવામાં આવે તેમજ સરકાર અમારો વીમો ઉતારી આપે એ પ્રકારની માંગ છે.હજારોની સંખ્યામાં કામ કરતી આશાવર્કરોને આજ સુધી ન્યાય મળ્યો નથી.જેને લઈને આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને અમારી લાગણી વ્યક્ત કરી છે.