ચીફ જસ્ટિસે મોદીને કાયદાની તાકાત બતાવી, માનિતા 2 અધિકારીઓ ન બની શક્યા CBI ચીફ

249

સીબીઆઈના વડા તરીકે પોતાના માનીતા રાકેશ અસ્થાના કે વાય.સી. મોદીની નિમણૂક કરવાની નરેન્દ્ર મોદીની ઈચ્છા પર ચીફ જસ્ટિસ એન. વી. રામને પાણી ફેરવી દીધું.સોમવારે સાંજે વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી સીલેક્શન કમિટીની બેઠકમાં અસ્થાના અને વાય.સી. મોદીનાં નામ મોદી દ્વારા આગળ કરાયાં હતાં.

સીબીઆઈ ચીફની પસંદગી માટેની ત્રણ સભ્યોની કમિટીમાં વડાપ્રધાન ઉપરાંત ચીફ જસ્ટિસ અને લોકસભામાં વિપક્ષના નેતા હોય છે.ચીફ જસ્ટિસ રામને બંધારણીય જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને અસ્થાના અને મોદીનાં નામ સામે વાંધો લીધો.

આ જોગવાઈ પ્રમાણે, નિવૃત્તિમાં છ મહિના બાકી હોય એવા કોઈ પણ અધિકારીને પોલીસ વડા નિમી શકાય નહીં.અસ્થાના ૩૧ ઓગસ્ટે અને મોદી ૩૧ મેના રોજ નિવૃત્ત થાય છે.વિપક્ષના નેતા અધીર રંજને તેમને ટેકો આપતાં મોદી એકલા પડી ગયા ને કમને બાકી રહેલાં ૧૪ નામો પર ચર્ચા કરવી પડી.ચીફ જસ્ટિસે મોદીને કાયદો બતાવ્યો એ બદલ તેમની ચોતરફથી પ્રસંશા થઈ રહી છે.સીબીઆઈના વડાની પસંદગીમાં પહેલી વાર આ નિયમનો ઉપયોગ કરાયો છે.

Share Now