અધધધ.. 7,896 કરોડના નકલી બિલો !!: આજ સુધીનું જીએસટીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું

261

સીબીઆઈ દ્વારા સૌથી મોટી નકલી ઇનવોઇસિંગ દ્વારા છેતરપીંડીનો કર્યો પર્દાફાશ : ઇડી પણ તપાસમાં ઝુકાવશે !

નવી દિલ્હી : દેશમાં આજ સુધીનું જીએસટીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે ૨૩ બનાવતી કંપનીઓનું નેટવર્ક સીબીઆઈએ અત્યાર સુધીની સૌથી મોટી નકલી ઇન્વોઇસિંગ દ્વારા  છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી (પશ્ચિમ)ના કમિશનરે ૨૩ નકલી કંપનીઓ દ્વારા રૂ. 7,896 કરોડના નકલી બિલો અને રૂ. 1,709 કરોડના બનાવટી  ઇનપુટ ટેક્સ  ક્રેડિટનું નેટવર્ક શોધી કાઢ્યું છે. જીએસટી સિસ્ટમ્સમાં આ સૌથી મોટી છેતરપિંડી ગણાવાય છે. ઇડી અધિકારીઓ પણ તપાસમાં જોડાય  તેવી સંભાવના છે.

Share Now