– કેસની સુનાવણીમાં એક સપ્તાહ કે તેથી વધુ સમય લાગે તેમ હોવાથી વચગાળાના જમીન આપવાનો નામદાર કોર્ટનો અભિપ્રાય
કોલકત્તા : બહુ ચર્ચિત નારદા કેસમાં કલકત્તા હાઇકોર્ટે 4 ટીએમસી નેતાઓના વચગાળાના જામીન મંજુર કર્યા છે. નામદાર કોર્ટના અભિપ્રાય મુજબ કેસની સુનાવણીમાં એક સપ્તાહ કે તેથી વધુ સમય લાગે તેમ હોવાથી વચગાળાના જામીન આપવા જરૂરી છે.આ કેસની સુનાવણીમાં સમય લાગે તેમ હોવાથી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયાધીશ આઇ.પી. મુખર્જી, હરીશ ટંડન,સૌમન સેન અને અરિજિત બેનર્જીની પાંચ જજોની બેંચે વચગાળાના જામીન આપવાનો નિર્ણય કર્યો છે.
જામીન આપવાની વિરુદ્ધ,સીબીઆઈ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ કેસમાં તપાસને અસર કરવા માટે નેતાઓ પૂરતા પ્રભાવશાળી છે.તેની સમાજ ઉપર વિપરીત અસર પડી શકે છે.તેથી હું આદરપૂર્વક વચગાળાના જામીન નામંજૂર કરવા વિનંતી કરું છું.
આથી આ તકે ન્યાયાધીશ આઈ.પી. મુખર્જીએ કહ્યું હતું કે, આ તપાસ 2017 માં શરૂ થઈ હતી.ત્યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવી ન હતી અને તેમની ધરપકડ કર્યા વિના તપાસ પૂર્ણ કરવામાં આવી હતી.તમને કેમ લાગે છે કે તેમને હવે ધરપકડ કરવાની જરૂર છે અને તેમની જાહેર ફરજો બજાવતા અટકાવવામાં આવશે?” જેના અનુસંધાને એસ.જી.મહેતાએ કહ્યું હતું કે, જો નેતાઓને જામીન મળી જાય,તો તેઓને મીડિયા સાથે વાતચીત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.


