લંડન : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન વિશે મોટા સમાચાર આવ્યા છે.કહેવાય છે કે જ્હોન્સને પોતાની મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે એક સિકેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા છે.આ લગ્નમાં બંનેના પરિજન અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા છે. જ્યારે અગાઉ એવા સમાચાર હતા કે કપલ આગામી વર્ષે લગ્ન કરવાનું છે.
કાર્ડમાં વેન્યૂ જ નહીં
મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્હોન્સન અને સાઈમન્ડ્સે ખુબ જ ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા છે.અગાઉ તેઓ 30 જુલાઈ 2022ના રોજ લગ્ન કરશે તેવી ચર્ચાઓ હતી અને આ માટે 56 વર્ષના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન અને તેમની 33 વર્ષની મંગેતર કેરી સાયમન્ડ્સે પોતાના પરિજનો અને મિત્રોને લગ્નમાં આવવાનું આમંત્રણ પણ મોકલી દીધુ હતું.જો કે કાર્ડમાં લગ્નનું વેન્યૂ (Wedding Venue) નહતું અપાયું.
British Prime Minister Boris Johnson marries fiancée Carrie Symonds in a secret ceremony, according to media reports: Reuters
(file photo) pic..com/VlyFU6Tyf0
– ANI (@ANI) May 29, 2021
બનેને એક પુત્ર
2019માં જ્હોન્સન પ્રધાનમંત્રી બન્યા બાદથી જ જ્હોન્સન અને સાઈમન્ડ્સ ડાઉનિંગ સ્ટ્રિટમાં એક સાથે રહે છે.ગત વર્ષે તેમને એક પુત્ર પણ અવતર્યો છે.પુત્રનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જ્હોન્સન છે.આ અગાઉ જ્હોન્સનના લગ્ન મરીના વ્હીલર સાથે થયા હતા.તેમના 4 બાળકો છે.લગ્નના 25 વર્ષ બાદ સપ્ટેમ્બર 2018માં તેમણે જાહેરાત કરી કે તેઓ અલગ થઈ ગયા છે.વ્હીલર પહેલા જ્હોન્સને એલેગ્રા મોસ્ટિન-ઓવેન સાથે લગ્ન કર્યા હતા.હવે સાઈમન્ડ્સ તેમના ત્રીજી પત્ની હશે.