12 વર્ષમાં પ્રથમવાર કોર્પોરેટ કરતા ઈન્કમટેકસ વસુલાત વધુ

237

નવી દિલ્હી તા.2 : કોરોનાના કહેરમાં દેશમાં તમામ નાના-મોટા વેપાર ધંધા વેરવિખેર બન્યા છે જયારે નાણાંકીય વર્ષ દરમ્યાન છેલ્લા 12 વર્ષમાં પ્રથમ વખત કોર્પોરેટ ટેકસ કરતા વ્યકિતગત આવકવેરા ટેકસની વસુલાત વધી ગઈ છે.સામાન્ય રીતે કોર્પોરેટ ટેકસ તથા આવકવેરા વસુલાતની રકમ સમાંતર રહેતી હોય છે.કોર્પોરેટ ટેકસની આવક થોડી વધુ હોય છે.2020-21 માં છેલ્લા 12 વર્ષમાં પ્રથમ વખત એવુ બન્યુ છે કે કોર્પોરેટ ટેકસ કરતાં ઈન્કમટેકસ વસુલાત વધી છે.

20-21 માં આવકવેરા વસુલાત 4.69 ટ્રીલીયનની હતી. જયારે કોર્પોરેટ ટેકસ વસુલાત 4.57 ટ્રીલીયનની થઈ છે.અર્થાત આવકવેરા વસુલાત 10000 કરોડ વધુ છે.આવકવેરામાં મુખ્યત્વે વ્યકિતગત તથા અવિભાજય હિન્દુ પરિવારો દ્વારા ચુકવાતો ટેકસ જ આવે છે.જયારે કોર્પોરેટ ટેકસ કંપનીઓ દ્વારા ચુકવાતો હોય છે નફાના આધારે કંપનીઓ ટેકસ ભરતી હોય છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે તમામે તમામ વેપાર ધંધા પર કોરોનાનો પ્રભાવ પડયો હતો એટલે કંપનીઓની કમાણી ઘટી હતી.પરીણામે ઓછો ટેકસ ચુકવ્યાનું આ પરિણામ છે જોકે આ કારણ સંપૂર્ણ સત્ય નથી.આંકડાકીય રીપોર્ટ એવુ સુચવે છે કે શેરબજાર-સરકારમાં નોંધાયેલી કંપનીઓની કમાણી વધીને જીડીપીનાં 2.6 ટકા થઈ હતી.2014-15 માં તો 3.1 ટકા હતી અને ત્યારપછીની આ સૌથી મોટી વધુ કમાણી છે. 2019-20 માં કોર્પોરેટ કંપનીઓની કમાણી જીડીપીનાં 1.1 ટકા જ હતી.કંપનીઓના કરવેરા પછીના નફામાં 9.1 ટકાનો વધારો થયો છે.તે 2007-08 પછીનો સૌથી વધુ છે.જોકે, કોર્પોરેટ સિવાયની અનલીસ્ટેડ કંપનીઓ દ્વારા ચુકવાતો ટેકસ પણ કોર્પોરેટ ટેકસની વ્યાખ્યામાં જ આવે છે કંપનીઓનાં નફામાં વધારો થવા છતા ચુકવણી ઘટવાનું આશ્ર્ચર્યજનક છે.

Share Now