નવીદિલ્હી, તા.3 : પતંજિલ યોગપીઠના સંસ્થાપક સ્વામી રામદેવ મૌન રહેવાના પોતાના નિવેદનથી પલટી મારી ગયા છે.તેમણે મોર્ડન સાયન્સ (એલોપેથી)ને મેડિકલ આતંકવાદ સાથે જોડતાં કહ્યું કે એકલો સન્યાસી આ લોકો સામે લડી શકે તેમ નથી. લાખો-કરોડો લોકો,વૈદિક જ્ઞાન અને અનુસંધાન તેની પાછળ છે. સ્વામી રામદેવે પોતાના ફેસબુક પેઈઝ પર એક વીડિયો જારી કર્યો છે. 40 મિનિટના આ વીડિયોમાં તેમણે કહ્યું કે યોગ,આયુર્વેદ,નેચરોપેથી અને સનાતન સંસ્કૃતના સત્ય પર સીરિયલ શરૂ કરી દેવામાંઆવી છે.વીડિયોમાં તેમની સાથે અનેક સાધકો પણ જોવા મળી રહ્યા છે.
બાબા એવું બોલતાં જોવા મળી રહ્યા છે કે એલોપેથીમાં બહુ મોટો ગોટાળો છે.તેને ડ્રગ માફિયા કહો,ફાર્મા માફિયા કહો કે મેડિકલ માફિયા-આતંકવાદ કહી શકાય છે કેમ કે આ એક મોટું ષડયંત્ર છે.આ લોકો વિરુદ્ધ એકલો સન્યાસી ન લડી શકે.હું કઠોર એટલા માટે બોલું છું કેમ કે અનેક બીમારીઓની સારવારને લઈને લોકોના દિલ-દિમાગમાં ખોટી વાત બેસાડી દેવામાં આવી છે.કોઈ વ્યક્તિને કહી દેવામાં આવે કે તું સાજો જ નહીં થાય તો તે બહુ મોટો અપરાધ છે.
જો દર્દીઓને રડાવે છે એવા એલોપેથીવાળાઓની હું આરતી ન ઉતારી શકું.હું લોકોના મનમાંથી ભ્રમણાઓ દૂર કરું છું જે દુનિયાના વૈજ્ઞાનિકો કરી શકતાં નથી.જો આવા દર્દીઓ યોગ અને નેચરોપેથીથી સાજા થઈ જાય છે તો પછી વાંધો શું છે.એટલા માટે તેઓ એક અલગ પેથી ઈચ્છી રહ્યા છે.સ્વામી રામદેવે એલોપીથીની બે વાતો પણ ગણાવી હતી.બીજી બાજુ ઉત્તરાખંડ ક્રાંતિ દળના કાર્યકરોએ રાજ્યપાલને મળીને પતંજલિ યોગપીઠના સંસ્થાપક બાબા રામદેવ વિરુદ્ધ મહામારી એક્ટ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી છે.તેમણે એલોપેથીક સારવાર પદ્ધતિ પર સવાલ ઉભો કરીને દેશવાસીઓને ગુમરાહ કરવામાં આવી રહ્યાનો પણ આરોપ લગાવ્યો છે.

