થોડા સમય પૂર્વે યોજાયેલી મનપાની ચૂંટણીમાં સુરતમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરેલા આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરોએ સુરતમાં ગ્રાન્ટ વપરાશ બાબતે દિલ્હી મોડેલ અપનાવ્યું છે.જે અંતર્ગત પોતાનાં મત વિસ્તારનાં લોકો પાસે ગ્રાન્ટના ઉપયોગ બાબતે સલાહ-સૂચન મેળવવા માટે ફોર્મ પણ વિતરીત કરવામાં આવી રહ્યાં છે.ઉપરાંત પાર્ટીએ બાંકડાને ગ્રાન્ટનો વેડફાટ ગણી બાંકડાની ગ્રાન્ટ ન ફાળવાનો નિર્ણય કર્યો છે.કોર્પોરેટરોને વાર્ષિક 5 લાખની ગ્રાન્ટ મનપા તરફથી ફાળવાઈ છે.જે પૈકી ભાજપનાં કોર્પોરેટરોએ આ વર્ષની કુલ 4.65 કરોડની ગ્રાન્ટ કોરોના માટે ફાળવી દીધી છે.ત્યારે જાહેર જનતાની ઈચ્છા મુજબ ગ્રાન્ટની ફાળવણી થાય તેવા હેતુથી આપના કોર્પોરેટરોએ લોકોના સૂચન મેળવવા ફોર્મ બનાવ્યું છે.સોસાયટીમાં પાણીની લાઈન,સ્ટ્રીટલાઈટ,ગટરલાઈન,બ્લોક ફીટીંગ,પાકકા રસ્તાઓ તેમજ અન્ય સૂચનો સોસાયટીનાં લોકો આપી શકશે.


