નવસારી : નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે ભાજપ નેતાઓ કોરોનાને લઇ બેફામ બન્યા છે. ભાજપના નેતાના જન્મદિનની ઉજવણીના ફોટા વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે.બીલીમોરા શહેર ભાજપ મહામંત્રી મનહર પટેલે મોટી સંખ્યામાં યુવાનો સાથે જન્મદિનની ઉજવણી કરી હતી.જન્મદિનની ઉજવણીમાં હાજર તમામ યુવાનોના માસ્ક તેમજ સોસિયલ ડિસ્ટન્સ વગર ફોટા સોસિયલ મિડિયામાં વાયરલ થયા હતા.ભાજપના જ નેતાઓ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.નવસારી ભાજપના નેતાઓ અવાર નવાર કોરોના નિયમોની અવગણના કરતા દ્રસ્યો સામે આવી રહ્યા છે નવસારીના બીલીમોરા ભાજપના નેતાઓને પ્રદેશ અધ્યક્ષની સૂચનાનો કોઈ ડર રહ્યો નથી.બીલીમોરા ભાજપના નેતાઓ તેમજ પાલિકાના સત્તાધીશો અવારનવાર વિવાદોમાં આવી રહ્યા છે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.


