ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટ્વિટર એકાઉન્ટથી ‘બ્લુ ટિક’ હટાવી દીધાબાદ હવે, ટ્વિટર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન (RSS) ના ઘણા મોટા નેતાઓના ખાતામાંથી બ્લુ ટિક પણ દૂર કરવામાં આવી છે.આનાથી ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે તણાવ વધી શકે છે.જો કે, ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટનું બ્લુ ટિક પાછું કરી દીધું છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું ખાનગી ટ્વિટર એકાઉન્ટને ફરીથી ‘વેરિફાઇ’ થઇ ગયું છે.શનિવાર સવારે તેમના એકાઉન્ટથી ‘બ્લુ ટિક’ હટાવી દીધું હતું.બ્લુ ટિક હટાવા પર ટ્વિટર ઇન્ડિયાનું કહેવું છે કે લાંબા સમયથી એકાઉન્ટ લોગ ઇન ના થવાના લીધે આમ થયું હતું.જો કે વેરિફાઇ હટાવ્યાના થોડાંક જ કલાકો બાદ ટ્વિટરે તેમના એકાઉન્ટનું બ્લુ ટિક પાછું કરી દીધું છે.આ બધાની વચ્ચે સૂત્રોનું કહેવું છે કે ઉપરાષ્ટ્રપતિ સહિત આરએસએસ સાથે જોડાયેલા કેટલાંય નેતાઓના એકાઉન્ટથી બ્લુ ટિક હટાવાથી સરકાર નારાજ છે અને એવું કહેવાઇ રહ્યું છે કે સરકાર ટ્વિટરની સામે એકશન લઇ શકે છે.
RSSના ઘણા નેતાઓના ટ્વિટર એકાઉન્ટથી બ્લુ ટિક દૂર કર્યા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ઘણા વરિષ્ઠ નેતાઓના ટ્વિટર એકાઉન્ટ્સ પરથી બ્લુ ટિક્સને દૂર કરવામાં આવ્યા છે.જેમાં કૃષ્ણ ગોપાલ,સુરેશ સોની,સુરેશ જોશી અને અરૂણ કુમારનો સમાવેશ થાય છે.
ટ્વિટરે કોઈ કારણ આપ્યું નથી
આ અંગે રાજીવ તુલીએ ટ્વીટ કર્યું હતું કે ટ્વિટર ઇન્ડિયાએ આરએસએસ નેતાઓના હેન્ડલથી બ્લુ ટિકને હટાવી દીધું છે.આ માટે હજી સુધી કોઈ કારણ આપવામાં આવ્યું નથી.તે ખૂબ વિચિત્ર વાત છે.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ જ એવા નથી,જેમની બ્લુ ટિક દૂર કરવામાં આવી હોય.અત્યારે તો ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે તણાવ વધી શકે તેવી શક્યતાઓ છે.

