પતિ જબરદસ્તી CAA વિરુદ્ધ ધરણા પર મોકલે છે, પત્નીએ ખોલી પોલ

445

અલીગઢમાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ જબરદસ્તી CAA વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનમાં સામેલ થવા માટે તેને મોકલે છે. અલીગઢમાં પોલીસ લોકોને સમજાવી રહી છે કે, તે અનાવશ્યકરીતે CAA વિરુદ્ધ ધરણામાં સામેલ ના થાય. આ દરમિયાન જ્યારે પોલીસ અલીગઢમાં એક ઘરમાં પહોંચી તો મહિલા પોતાના પતિ પર વરસી પડી હતી.

મહિલાએ કહ્યું કે, એક અઠવાડિયાથી તેનો પતિ CAA વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં સામેલ થવા માટે મને જબરદસ્તી મોકલતો હતો. મહિલાએ કહ્યું કે, તે ખોટું નથી બોલી રહી. પોલીસની સામે મહિલાએ કહ્યું, રોજ મારો જીવ ખાઈ જતા હતા, કહેતા હતા કે ત્યાં ધરણા ચાલી રહ્યા છે… ત્યાં જા. જોકે, મહિલાનો પતિ કહી રહ્યો હતો કે, તેની પત્ની ખોટું બોલી રહી છે. આથી, પોલીસે મહિલાના પતિને કહ્યું કે, હવે પોતાની પત્નીને પ્રેશર ન કરતા.

જણાવી દઈએ કે, અલીગઢમાં CAA અને NRCના વિરોધમાં જીવનગઢ બાઈપાસની પાસે ચાલી રહેલા ધરણાને પ્રશાસને બે દિવસ પહેલા હટાવી દીધા હતા. પ્રશાસનને જાણકારી મળી કે, સિવિલ લાઈન્સ સહિત અન્ય એક વિસ્તારમાં કેટલાક લોકો મહિલાઓ અને પુરુષોને ધરણા કરવા માટે ઉશ્કેરી રહ્યા છે.

તેને લઈને પોલીસ પ્રશાસને નવી પહેલ શરૂ કરી છે. સોમવારે અપર સિટી મેજિસ્ટ્રેટ રંજીત સિંહ ઔક સીઓ અનિલ સમાનિયાના નેતૃત્વમાં પોલીસ અને પ્રશાસનની ટીમે ધરણાવાળા ક્ષેત્રોની શેરીઓમાં જઈને મહિલાઓ અને પુરુષોને અપીલ કરી હતી કે, જરૂરિયાત વિના ધરણા પ્રદર્શનમાં ના જાય. લોકોને સમજાવવા માટે સિટી મેજિસ્ટ્રેટ પોતે લોકોની વચ્ચે પહોંચ્યા હતા.

Share Now