ઘટતા કોરોના કેસો સામે મોતના આંકડાએ ચોંકાવ્યા, છેલ્લા 24 કલાકમાં જ રેકૉર્ડબ્રેક 6,148 લોકોના મોત

227

ભારતમાં ગુરૂવાર એટલે કે 10 જૂન, 2021ના એક જ દિવસના સમયગાળામાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 94,052 નવા કેસ સામે આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં 6,148 લોકોના મોત થયા છે.બિહારે પોતાના મોતના આંકડાઓમાં સંશોધન કર્યું છે, ત્યારબાદ મોતની સંખ્યા 6,000 પાર પહોંચી ગઈ છે.કોરોનાથી એક દિવસમાં થનારા મોતનો આ સૌથી ઊંચો આંકડો છે.આ સાથે જ દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 2,91,83,121 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 1,51,367 લોકો સાજા થયા

દેશમાં કોવિડ-19ના કુલ એક્ટિવ કેસ 11,67,952 છે અને છેલ્લા 24 કલાકમાં 1,51,367 લોકો સાજા થયા છે.દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 4.69 ટકા છે.આવું સતત ત્રીજા દિવસે થયું છે,જ્યારે ભારતમાં 5 ટકાની નીચે પોઝિટિવ નોંધાયો છે. 24 કલાકમાં કોવિડ-19ની વિરુદ્ધ વેક્સિનના 33,79,261 ડોઝ આપવામાં આવ્યા છે.અત્યાર સુધી દેશમાં વેક્સિનના 24,27,26,693 ડોઝ આપવામાં આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં 20,04,690 લોકોના કોરોના ટેસ્ટિંગ થયા છે.

બિહારમાં મોતના આંકડાઓ બદલાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 વેક્સિનના 25,06,41,440 ડોઝ મફતમાં આપ્યા છે.ઉલ્લેખનીય છે કે બુધવારના રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે રાજ્યમાં કોરોનાથી કુલ મોતના આંકડાઓમાં સંશોધન કર્યું જેનાથી આ મહામારીમાં મરનારાઓની સંખ્યા 9429 થઈ ગઈ,જે મંગળવારના 5458 હતી.સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કોરોના વાયરસ સંક્રમણથી બુધવાર સુધી મૃત્યુ પામનારાઓની સંખ્યા 5478ની સંખ્યા ઉપરાંત સંશોધન બાદ વધારે 3951 લોકોના મોતના આંકડાને જોડવામાં આવ્યો.

Share Now