નેફ્ટાલી બૅનેટ : ઇઝરાયલના નવા વડા પ્રધાન બનનાર એક પૂર્વ સૈનિકની કહાણી

221

નેફ્ટાલી બૅનેટની નજર ઇઝરાયલની વડા પ્રધાનની ખુરસી પર લાંબા સમયથી હતી અને આખરે એમને એ સત્તા પામવામાં સફળતા મળી છે.નેફ્ટાલી બૅનેટની યામિના પાર્ટીને ગત વર્ષે સામાન્ય ચૂંટણીમાં સામાન્ય સીટ પર જ જીત મળી હતી.વડા પ્રધાનપદે શપથ બાદ નેફ્ટાલીએ દેશની એકતા પર ભાર આપ્યો છે અને કહ્યું છે કે એમની સરકાર દરેક સમુદાય માટે કામ કરશે અને તેની પ્રાથમિકતાઓ શિક્ષણ,આરોગ્ય અને કરપ્શનની નાબૂદની રહેશે.બિન્યામિન નેતન્યાહૂની 12 વર્ષ બાદ વડા પ્રધાનપદેથી વિદાય થઈ છે.ઇઝરાયલની સંસદમાં નવી ગઠબંધન સરકારના પક્ષમાં બહુમત આવતા નેતન્યાહૂએ સત્તા ગુમાવવી પડી.જોકે, નેતન્યાહૂએ છેલ્લી પળો સુધી આશા નહોતી છોડી.આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વિપક્ષી ગઠબંધનને 60 સાંસદોનું સમર્થન મળ્યું જ્યારે નેતન્યાહૂને 59 સાંસદોનું.હવે નેતન્યાહૂ સરકારમાં નથી પરંતુ તેઓ વિરોધપક્ષના નેતા અને લિકુડ પાર્ટીના પ્રમુખ તરીકે સંસદમાં છે.

નેતન્યાહૂની સરકાર નેફ્ટાલી બૅનેટના સમર્થન પર ટકેલી હતી

બૅનેટની પાર્ટી સાત સાંસદો સાથે પાંચમા નંબરે છે, પણ વર્તમાન રાજનીતિક સ્થિતિમાં તેઓ કિંગમેકરની ભૂમિકામાં હતી. અને એ જ કારણે એમણે વડા પ્રધાનપદે શપથ લીધા છે.યામિના પાર્ટીની સાથે ત્રણ પાર્ટીઓ છે,જેમના સાત-સાત સાંસદ છે.નેફ્ટાલીનું સમર્થન ઇઝરાયલમાં સરકાર બનાવવા માટે મહત્ત્વનું હતું, કેમ કે કોઈ પણ જૂથ પાસે બહુમત નહોતો.જો કોઈ ગઠબંધન સરકાર બનાવે તો નેફ્ટાલી વિના ન બની શકે.નેફ્ટાલીને બિન્યામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતા યેર લેપિડની સાથે વડા પ્રધાનપદ સંયુક્ત રાખવાનો પ્રસ્તાવ અપાયો હતો.આખરે દક્ષિણપંથી નેફ્ટાલીએ મધ્યમાર્ગી યેર લેપિડ સાથે જવાનો નિર્ણય કર્યો,જોકે બંનેની વિચારધારામાં ઘણું અંતર છે.49 વર્ષીય નેફ્ટાલીને એક સમયે નેતન્યાહૂના વફાદાર ગણવામાં આવતા હતા.નેતન્યાહૂથી અલગ થયા પહેલાં નેફ્ટાલી 2006થી 2008 સુધી ઇઝરાયલના ચીફ ઑફ સ્ટાફ રહી ચુક્યા છે.નેતન્યાહૂની લિકુડ પાર્ટી છોડ્યા બાદ નેફ્ટાલી દક્ષિણપંથી ધાર્મિક યહૂદી હોમ પાર્ટીમાં ચાલ્યા ગયા. 2013ની સામાન્ય ચૂંટણીને નેફ્ટાલી ઇઝરાયલી સંસદમાં ચૂંટાઈને પહોંચ્યા.

સફર

નેફ્ટાલી બૅનેટ એક સમયે બિન્યામિન નેતન્યાહૂના વફાદાર રહી ચુક્યા છેવર્ષ 2019 સુધી દરેક ગઠબંધન સરકારમાં નેફ્ટાલી મંત્રી બન્યા.વર્ષ 2019માં નેફ્ટાલીના નવા દક્ષિણપંથી ગઠબંધનને એક પણ બેઠક પર જીત ન મળી. 11 મહિના બાદ ફરી ચૂંટણી થઈ અને નેફ્ટાલી યામિના પાર્ટીના પ્રમુખ તરીકે સંસદમાં ચૂંટાઈને પહોંચ્યા.નેફ્ટાલીને નેતન્યાહૂથી વધુ અતિ-રાષ્ટ્રવાદી અને દક્ષિણપંથી માનવામાં આવે છે.નેફ્ટાલી ઇઝરાયલની યહૂદી રાષ્ટ્ર તરીકે વકીલાત કરે છે.તેની સાથે જ તેઓ વેસ્ટ બૅંક, પૂર્વ જેરૂસલેમ અને સીરિયન ગોલાન હાઇટ્સને પણ યહૂદી ઇતિહાસનો ભાગ ગણાવે છે.આ વિસ્તારો પર 1967થી મધ્ય-પૂર્વ યુદ્ધ બાદ ઇઝરાયલનું નિયંત્રણ છે.નેફ્ટાલી વેસ્ટ બૅંકમાં યહૂદીઓને વસાવવાનું સમર્થન કરે છે અને તેને લઈને તેઓ ઘણા આક્રમક રહ્યા છે.જોકે તેઓ ગાઝા પર કોઈ દાવો નથી કરતા. 2005માં ઇઝરાયલે અહીંથી સૈનિકો હઠાવી લીધા હતા.વેસ્ટ બૅંક અને પૂર્વ જેરૂસલેમની 140 વસ્તીમાં છ લાખથી વધુ યહૂદીઓ રહે છે.આ વસ્તીઓને લગભગ આખો આંતરરાષ્ટ્રીય સમુદાય અવૈધ માને છે, પણ ઇઝરાયલ તેને નકારે છે.પેલેસ્ટાઇનીઓ અને ઇઝરાયલ વચ્ચે વસ્તી નિર્ધારણ સૌથી વિવાદિત મુદ્દો છે.પેલેસ્ટાઇનિયનો આ વસ્તીઓમાંથી યહૂદીઓને હઠાવવાની માગ કરે છે અને તેઓ વેસ્ટ બૅંક,ગાઝાની સાથે એક સ્વતંત્ર મુલક ઇચ્છે છે,જેની રાજધાની પૂર્વ જેરૂસલેમ હોય.

નીતિઓ

નેફ્ટાલીને નેતન્યાહૂ કરતાં પણ વધારે દક્ષિણપંથી માનવામાં આવે છે.નેફ્ટાલી તેને સ્પષ્ટ રીતે ફગાવે છે અને તેઓ ઇચ્છે છે કે યહૂદીઓની વસ્તીઓને ઝડપથી વસાવવામાં આવે.નેફ્ટાલીને લાગે છે કે યહૂદીઓને વસાવવાના મુદ્દા પર નેતન્યાહૂની નીતિ વિશ્વાસપાત્ર નથી.નેફ્ટાલી જોરદાર અંગ્રેજી બોલે છે અને મોટા ભાગે વિદેશી ટીવી નેટવર્ક પર જોવા મળે છે અને ઇઝરાયલી કાર્યવાહીઓનો બચાવે કરે છે.સ્થાનિક ટીવી ચર્ચાઓમાં નેફ્ટાલી વધુ આક્રમક થઈને બોલે છે.એક વાર એક આરબ ઇઝરાયલી સાંસદે કહ્યું હતું કે ઇઝરાયલને વેસ્ટ બૅંકમાં યહૂદી વસ્તી વસાવવાનો કોઈ અધિકાર નથી.તેને ધિક્કારતા નેફ્ટાલીએ કહ્યું હતું- જ્યારે તમે ઝાડ પર હીંચકો ખાતા હતા,ત્યારથી અહીં એક યહૂદી સ્ટેટ છે.નેફ્ટાલી ઇઝરાયલ સાથે જોડાયેલા પેલેસ્ટાઇની માટે એક મુલકની માગને ફગાવે છે.બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમુદાય બે-રાષ્ટ્ર સિદ્ધાંતને ઇઝરાયલ અને પેલેસ્ટાઇનિયનોની સમસ્યાને સમાધાનના રૂપમાં જુએ છે.બે-રાષ્ટ્ર સિદ્ધાંતની વકીલાત અમેરિકા પણ કરે છે અને રાષ્ટ્રપતિ જો બાઇડન પણ તેનાથી સહમત જોવા મળે છે.

સખત પગલાંના હિમાયતી

ફેબ્રુઆરી 2021માં નેફ્ટાલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “જ્યાં સુધી હું કોઈ પણ રૂપમાં સત્તામાં છું,ત્યાં સુધી એક સેન્ટિમીટર જમીન નહીં મળે.”વેસ્ટ બૅંકમાં નેફ્ટાલી ઇઝરાયલની પકડ વધુ મજબૂત કરવાનું સમર્થન કરે છે.નેફ્ટાલી વેસ્ટ બૅંકના વિસ્તારોને હિબ્રુમાં જુડિયા અને સામરિયા કહે છે.નેફ્ટાલી પેલેસ્ટાઇનિયન ઉગ્રવાદીઓને નાથવા માટે વધુ સખત પગલાં ભરવાની વાત કરે છે.તેઓ મોતની સજા આપવાનું સમર્થન કરે છે.યહૂદીઓના નરસંહારમાં દોષી સાબિત થયેલા ઍડૉલ્ફ આઇકમેનને 1961માં ઇઝરાયલમાં અંતિમ વાર ફાંસી અપાઈ હતી.ત્યારબાદ કોઈને મોતની સજા મળી નથી.નેફ્ટાલીએ ગાઝાના પ્રશાસક હમાસ સાથે 2018માં થયેલી યુદ્ધવિરામ સંધિનો વિરોધ કર્યો હતો.તેમણે ગત મહિને મેમાં 11 દિવસો સુધી હમાસ સાથે ચાલેલા હિંસક સંઘર્ષમાં માર્યા ગયેલા પેલેસ્ટાઇનિયનો માટે પણ તેમને જ જવાબદાર ગણાવ્યા હતા.નેફ્ટાલીની રાજનીતિમાં યહૂદી ગર્વ અને રાષ્ટ્રવાદ સૌથી મહત્ત્વનો છે. તેઓ માથે કિપ્પાહ પહેરે છે. તેનાથી ધાર્મિક યહૂદી પોતાનું માથું ઢાંકે છે.

2014માં પાર્ટીના કૅમ્પેનમાં નેફ્ટાલીએ ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ અને લેફ્ટ-વિંગ અખબાર ‘હારેટ્ઝ’ની નકલ કરતા સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો.બંને અખબારોએ ઇઝરાયલની કાર્યવાહીઓનો ટીકા કરી હતી.આ વીડિયોમાં નેફ્ટાલી ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ અને ‘હારેટ્ઝ’ની મજાક ઉડાવતા સતત ‘સૉરી-સૉરી’ બોલતા જોવા મળતા હતા.વીડિયોના અંતમાં નેફ્ટાલી ઘોષણા કરે છે કે હવે માફી માગવાનું બંધ કરી દેશે.નેફ્ટાલીની પૃષ્ઠભૂમિ રાજનીતિમાં આવ્યા પહેલાં સેના અને કારોબારીની હતી. તેઓ ઇઝરાયલી વિશેષ દળની બે બ્રાન્ચોમાં સેનામાં રહીને સેવા આપી ચૂક્યા છે.સેનામાં સેવા આપ્યા બાદ તેમણે ઘણી હાઈ-ટેક કંપનીઓ ઊભી કરી અને તેનાથી ખૂબ પૈસા કમાયા.2014માં નેફ્ટાલીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની સંપત્તિ અંગે કહ્યું હતું, “ન હું 17 સ્ટિક્સ ખાઉં છું અને ન તો પ્રાઇવેટ પ્લેન છે.બસ,મારી એટલી હેસિયત છે કે જે કરવા ઇચ્છું એ કરી લઉં છું.”

Share Now