સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે પશ્ચિમ બંગાળના વેપારી અને દલાલે 75.61 લાખની ચીટીંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

267

– છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ ઠગ ટોળકીથી એલર્ટ થવા અપીલ કરી

સુરત : સુરતની રીંગરોડ કાપડ માર્કેટના વેપારી સાથે 75 . 61 લાખની છેતરપિંડી કરનાર પશ્ચિમબંગાળના વેપારી અને સુરતના દલાલ સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.એટલું જ નહીં પણ આ ઠગ ટોળકી એ 5 વર્ષમાં 20-25 કરોડ રૂપિયાની 5થી વધુ કાપડના વેપારીઓ સાથે ઠગબાજી કરી હોવાનું ભોગ બનનાર વેપારી અરવિંદ પટેલે જણાવ્યું છે.કાપડ માકેટના વેપારીઓ સાથે ખરીદી કર્યા બાદ ઉધાર માલ લઈ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી સામે આવતા સાથી વેપારીઓને એલર્ટ થઈ જવા અપીલ કરાઈ છે.

અરવિંદ પટેલ (ભોગ બનનાર કાપડના વેપારી, સુરત) એ જણાવ્યું હતું કે, વેસ્ટ બંગાળના કાપડ વેપારી અને કનાખુલી રોડ કોલકોત્તા,હિંદ માર્કેટમાં દુકાન ધરાવતા પુષ્પેન્દ્ર ગુલાબ સિંગ (રહે કોલકોતા) 17-8-2018 થી 23-5-2019 દરમિયાન લગભગ 7-10 વાર તેમના પરિચયમાં આવ્યા હતાં,અને કાપડ દલાલ મદનસિંગ ભોપાલસિંગ નિરબાન (રહે જલારામ સોસાયટી, સણીયા અહેમદ રોડ,ડીંડોલી, મૂળ રાજસ્થાન)ની મદદથી પહેલા સમય સર પેમેન્ટ કરી કાપડની ખરીદી કરતા હતાં.ત્યારબાદ ઉધાર ખરીદી કરી એમને લગભગ 82 લાખથી વધુ નું 4,13,035 મીટર કાપડ ખરીદી કરી પેમેન્ટ માટે હાથ ઊંચા કરી દીધા હતાં.

82 લાખથી વધુના પેમેન્ટ સામે પુષ્પેન્દ્રએ 6 લાખ આપ્યા હતાં.ત્યારબાદ એપ્રિલ 2020માં MOU કરી પુષ્પેન્દ્રએ પહેલો ચેક 12 લાખનો અને બીજા ચેક 10-10 લાખના આપ્યા હતાં.જોકે પ્રથમ 3 ચેક રિટર્ન કરાવ્યા હતા.જેને લઈ નોટિસ આપી આખરે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવાની ફરજ પડી છે.આ ઠગભાજ ટોળકીએ 2015-20 દરમિયાન સુરતના અનેક વેપારીઓ પાસેથી કાપડ ખરીદી 20-25 કરોડમાં નવડાવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.આ ટોળકીની મોડ્સ ઓપરેન્ડી પ્રથમ સમય સર પેમેન્ટ આપી વેપારીનો વિશ્વાસ હાસિલ કરી છેતરપિંડી કરતી આવી છે.જોકે હજી અનેક વેપારીઓ આગામી દિવસોમાં ફરિયાદ માટે આગળ આવે એ વાત ને નકારી શકાય નહીં.

Share Now