અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર સાથે જોડાયેલ જમીન ખરીદીના કૌભાંડના આરોપોથી ટ્રસ્ટ ઘેરાય ગયું છે.હવે આ સમગ્ર વિવાદ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે.ટ્રસ્ટે તમામ આક્ષેપોને વિરોધી પક્ષોનું કાવતરું ગણાવ્યું છે.
કેન્દ્ર સરકાર ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ભારતીય જનતા પાર્ટી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.જેમાં જમીન ખરીદી અંગેની તમામ માહિતી આપવામાં આવી છે અને કિંમતોમાં કેવી રીતે તફાવત છે તે સમજાવવામાં આવ્યો છે.ટ્રસ્ટે પોતાના અહેવાલમાં કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના વિરોધીઓ દ્વારા કથિત જમીન કૌભાંડના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.આપને જણાવી દઈએ કે ઉપરોક્ત વિરોધ પક્ષ દ્વારા આ આરોપ મૂકવામાં આવ્ય હતો કે દસ મિનિટ પહેલા માત્ર 2 કરોડ રૂપિયાની જમીન ટ્રસ્ટ દ્વારા રૂ. 18 કરોડમાં ખરીદી હતી.
મંગળવારે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદીને લઈને કેટલાક તથ્યો બહાર પાડવામાં આવ્યા છે.આમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે જમીન લેવામાં આવી છે તે પ્રાઈમ લોકેશન પરછે,તેથી તેની કિંમત વધારે છે.જે જમીનની ખરીદી કરવામાં આવી છે તેની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 1423 છે.આ સોદા વિશે દસ વર્ષથી વાટાઘાટો ચાલી રહી હતી,જેમાં નવ લોકો સામેલ થયા હતા.

