મુંબઈ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કારના મામલામાં NIAએ આજે વધુ બે લોકોની ધરપકડ કરી છે.મુંબઈના મલાડના કુરાર ગામથી પકડવામા આવેલા આ લોકો પર આ કેસને લઇ ધરપકડ થયેલા પૂર્વ એપીઆઇ સચિન વઝે સુધી જિલેટિનની છડો પહોંચાડવાનો આરોપ છે.ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ સંતોષ શેલાર અને આનંદ જાધવને મંગળવારે સ્થાનીય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.કોર્ટે તેમને 21 જૂન સુધી કસ્ટડીમાં મોકલી આપ્યા છે.આ કેસને લઇ NIAની આ સાતમી ધરપકડ છે.આ પહેલા સચિન વઝે,રિયાઝ કાજી,પૂર્વ ઈન્સપેક્ટર સુનીલ માને,પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરે અરેસ્ટ કરવામાં આવ્યા હતા.NIAના સૂત્રો અનુસાર તેમને મનસુખ હિરેનની હત્યામાં પણ સંતોષ શેલાર અને આનંદ જાધવનો હાથ હોવાની શંકા છે.જોકે આને લઇ કોઇ આધિકારિક નિવેદન સામે આવ્યું નથી.
મામલો શું
25 ફેબ્રુઆરીના રોજ મુંબઈના પેડર રોડ પર સ્થિત અંબાણીના એન્ટીલિયાથી 300 મીટરના અંતરે એક વિસ્ફોટકથી ભરેલી કાર મળી આવી હતી.જેમાં 20 જિલેટિનના છરા અને એક ધમકીભર્યો લેટર હતો. પાંચ માર્ચના રોજ આ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનનું શવ મળી આવ્યું હતું. ત્યાર પછી મહારાષ્ટ્ર એટીએસે આમા હત્યાનો કેસ દાખલ કર્યયો અને બે લોકોની ધરપકડ કરી હતી.ત્યાર પછી આ કેસમાં NIAની એન્ટ્રી થઇ અને 13 માર્ચના રોજ સચિન વઝેને અરેસ્ટ કરવામાં આવ્યા હતા.
3 લેવલે ચાલી રહી હતી આ કેસની તપાસ
– એન્ટીલિયાની બહાર વિસ્ફોટક સામગ્રી મળી આવવાના મામલાને લઇ 3 અલગ અલગ કેસ દાખલ થયા છે.ત્રણેય કેસોની તપાસ આ રીતે છે…
– પહેલો કેસ મનસુખ હિરેનની સ્કોર્પિયો ચોરી થવાનો છે, જેમાં મુંબઈની ગામદેવી પોલીસ તપાસ કરી રહી છે.
– બીજો કેસ અંબાણીના ઘરની પાસે પ્રાપ્ત થયેલ વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કારનો છે.જેની તપાસ NIA કરી રહી છે. આ કેસમાં સચિન વઝેને અરેસ્ટ કરવામાં આવ્યા છે.
ત્રીજો કેસ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યાનો છે.આ કેસમાં મહારાષ્ટ્ર ATS તપાસ કરી રહી હતી.હવે ઠાણે કોર્ટના આદેશ પછી આ કેસ પણ NIAને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.જોકે, ATSએ પણ આ કેસને બંધ કરવાની આધિકારિક જાહેરાત કરી નથી.

