માંગરોળ : સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફ ના માણસો એ બાતમીના આધારે માંગરોળ તાલુકાનાં પિપોદરા હાઇવે પરથી એક મહિલાને 7 કિલો ગાંજો કિમત રૂપિયા 70 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગાંજો આપનાર સુરતના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો
એસ.ઓ.જી શાખાના માણસોને બાતમી ના આધરે પીપોદરા ગામની સીમમાં ને.હા.નં-48 પર મહાલક્ષ્મી સ્ટોનની સામેના ભાગે,મુબંઇથી અમદાવાદ જતા ટ્રેક પર થી એક સ્રી મદદનાબીબી તે મોહમદ મુવસ્લમ મોહમદ અબ્દુલ શેખ રહે- ખોખરા-કાંકરીયા ઓવરબ્રિજ પાસે આવેલ અંવબકા વમલ નં-૧, ફુટપાત છાપરા પાસે ઝુંપડપટ્ટીમાં અમદાવાદ નાઓને 7.027 ગ્રામ કુલ .રૂ70,270 ગાંજાના જથ્થા સાથે પકડી લીધી હતી.આ ઉપરાંત તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી 85,250 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.મહિલાને સુરતના કતારગામ ગણેશ નામનો ઇસમ માલ આપ્યો હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો


