આ પાંચ દેશોના નાગરિકોને ભારત આવવા પર પ્રતિબંધ, વીઝા રદ્દ કરાયા

319

કોરોનાવાયરસને લઇને ભારત સરકાર કોઇ ચાન્સ લેવાના મૂડમાં નથી, તેવું લાગે છે. સરકારે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી હતી. સરકારે પાંચ દેશોના તમામ વીઝા અને ઇ-વીઝાને સસ્પેન્ડ કરી દીધા છે. આ પાંચ દેશોમાં સાઉથ કોરિયા, ચીન, ઇરાન, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. 3 માર્ચ અથવા તે પહેલા સાઉથ કોરિયા, ચીન, ઇરાન, ઇટાલી અને જાપાન આ પાંચ દેશોના વીઝા અને ઇ-વીઝા રદ્દ કરી દેવામાં આવ્યો છે, આ પાંચ દેશોના કોઇપણ નાગરિકોને ભારતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

PM મોદી જાણો કોરોના વાયરસ પર શું બોલ્યા

ભારતમાં કોરોના વાયરસના અમુક નવા મામલાઓ સામે આવી રહ્યા છે. નવા મામલાઓ સામે આવ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ કોરોના વાયરસને લઈને ટ્વીટ કરી છે. મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું કે, કોવિડ-19 કોરોના વાયરસની તૈયારીઓના સંબંધમાં વ્યાપક સમીક્ષાઓ કરી છે. જુદા જુદા મંત્રાલયો અને રાજ્ય મળીને કામ કરી રહ્યા છે. જેઓ ભારતમાં આવનારા લોકોની સ્ક્રીનિંગથી લઈને મેડિકલ સુવિધા પૂરી પાડી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, ડરવાની જરૂરત નથી. આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાના પણ મહત્વના ઉપાયો કરો.

Share Now