ઇઝરાઇલમાં નેતન્યાહૂ શાસનનો અંત થયો છે અને હવે નફ્તાલી બેનેટ ત્યાંના નવા પ્રધાનમંત્રી બન્યા છે.ઇઝરાઇલના PM પદેથી નેતન્યાહૂનાં હટ્યા બાદ માનવામાં આવતુ હતું કે પેલેસ્ટાઇન સહિતના આસપાસના મુસ્લિમ દેશોને રાહત થશે,પરંતુ તેવું લાગી રહ્યું નથી.નફ્તાલી બેનેટના પ્રધાનમંત્રી બન્યાના ગણતરીના દિવસોમાં જ ઇઝરાઇલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલાઓ શરૂ કરી દીધા છે.પેલેસ્ટાઇનના ચરમપંથી જૂથ હમાસ સાથે 21 મેના થયેલા સીઝફાયર બાદ ઇઝરાઇલે પહેલીવાર એરસ્ટ્રાઇક કરી છે.
આગ લગાવવાની ઘટનાઓના જવાબમાં કાર્યવાહી
ઇઝરાઇલી સુરક્ષા દળોનો દાવો છે કે કિનારાના વિસ્તારોમાં આગ લગાવવાની ઘટનાઓના જવાબમાં બુધવારના ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલાઓને અંજામ આપવામાં આવ્યો.યામીના પાર્ટીના નફ્તાલી બેનેટના રવિવારના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદથી ગાઝા પટ્ટીમાં પહેલીવાર હુમલો થયો છે.નફ્તાલી બેનેટ લાંબા સમયથી એ વાત પર ભાર આપતા રહ્યા છે કે આગ લગાવનારા હુમલાઓને લઇને જવાબી કાર્યવાહી પણ એવી જ હોવી જોઇએ જેવી રૉકેટ પ્રહારના જવાબમાં હવાઈ હુમલાઓ કરવામાં આવે છે.
હમાસ સૈન્યની અલ-કસમ વિંગની બિલ્ડિંગ નિશાને
ગાઝામાં પેલેસ્ટાઇની મીડિયા આઉટલેટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફૂટેજમાં ઉત્તરીય અને દક્ષિણી પટ્ટી બંનેમાં વિસ્ફોટોથી આગ જોઈ શકાય છે.પત્રકારોનું કહેવું છે કે ઇઝરાઇલી સુરક્ષા દળોએ હાલના હુમલામાં જે બિલ્ડિંગોને નિશાન બનાવી છે તેમાં હમાસની સૈન્ય વિંગ અલ-કસમ બ્રિગેડ પણ સામેલ છે.હમાસથી જોડાયેલા પેલેસ્ટાઇની મીડિયા સેન્ટર પ્રમાણે,ઇઝરાઇલી હુમલામાં ગાઝા પટ્ટીમાં કોઈ ઘાયલ નથી થયું.ઇઝરાઇલી સુરક્ષાદળોએ નિવેદન જાહેર કરીને કહ્યું કે,તેના યુદ્ધ વિમાનોએ ખાન યૂનિસ અને ગાઝા શહેરમાં હમાસના એ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા જ્યાં તેના લડવૈયાઓ રહે છે.


