ગાંધીનગર ।
સરકારે ૧૦૦ ટકા સ્ટાફ સાથે કચેરીઓ શરૂ કરી છે,પ્રદેશ ભાજપે કાર્યકરો માટે ૨૭ જૂન સુધીના કાર્યક્રમો જાહેર કર્યા છે. કોરોના ઓસર્યા પછી બધુ જ રાબેતા મુજબ પૂર્વવર્ત થઈ રહ્યુ છે ત્યારે સરકારી નોકરી માટે તકની રાહ જોઈ રહેલા રોજગારવાંચ્છુ યુવાનોએ હવે અગાઉ જાહેર થયેલી ભરતીઓ માટે પરીક્ષાઓ શરૂ કરવા માંગણી કરી છે. ૨૦૨૦માં લોકડાઉન અમલમાં આવ્યુ તે પહેલાના છ- આઠ મહિનાથી સરકારી ભરતી પરીક્ષાઓ સ્થગિત છે. બે- અઢી વર્ષમાં અનેક ભરતીઓમાં સરકારે પરીક્ષા યોજી નથી,ભરતીનો નિર્ણય કર્યો તો જાહેરાત બહાર પાડી નથી.આ સ્થિતિમાં ઝડપથી નિર્ણય નહિ લેવાય તો પાંચ વર્ષ પહેલા સરકારી નોકરી માટે ૩૩માંથી ૩૫ વર્ષની મહત્તમ વયમર્યાદા કર્યો હતો તેમ તેમાં ફરી એકવાર વધારો કરવો પડશે.સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીકરતા યુવાનોએ કહ્યુ કે, ગુજરાત સરકારમા ંસીડ સર્ટિફિકેશનનું વહિવટી તંત્ર કરાર આધારિત અને આઉટસોર્સથી ચાલે છે.સરકાર ૧૭૦ જગ્યાની મંજૂરી આપતી નથી.
અનિર્ણયાકતાને કારણે ૧૦ લાખથી વધુ યુવાનો તણાવમાં
– સચિવાલયની ૩,૯૦૧ જગ્યા માટે વર્ષ ૨૦૧૮ની ભરતી.
– વર્ષ ૨૦૧૭ની તલાટી- જૂનિયર ક્લાર્કની ૨,૯૩૭ જગ્યા.
– LRDમાં ૧,૪૦૦થી વધુ બેઠકો ખાલી પણ વેઈટિંગ નહી.
– ધો.૬- ૮માં વિદ્યાસહાયક માટે નિર્ણય કર્યો, જાહેરાત નહી.
– SRPFમાં ૧૧૬૮નું વેઈટિંગ ઓપરેટ કર્યુ, ૧૦ ટકા બાકી.
– ITI ઈન્સ્ટ્રક્ટરની ૨,૩૬૭ જગ્યા માટે નિમણૂંકો ટલ્લે ચઢી.
– MPHW & FHW ભરતીની જાહેરાત થઈ, પ્રક્રિયા અટકી.


