નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ભાજપના પરાજય પછી તૃણમૂલમાં ઘરવાપસી જારી છે. બંગાળના વીરભૂમ જિલ્લાના સેંિથયા વિસ્તારમાં 350 ભાજપ કાર્યકરોએ ટીએમસી કાર્યાલયની બહાર ધરણા કર્યા.બધાનું કહેવું હતું કે તેમણે ભાજપમાં આવીને ભૂલ કરી, ટીએમસીમાં તેમને પાછા લાવવામાં આવે.આ ધરણા સાડા ચાર કલાક ચાલ્યા.ચાર કલાકના ડ્રામા પછી ટીએમસી પંચાયત પ્રધાને બધા કાર્યકરો પર ગંગાજળ છાંટયુ અને તેમને શુદ્ધ કરી પક્ષનું સભ્યપદ આપ્યું