ગોવામાં કોંગ્રેસના નેતા બેફામ બન્યાઃ ભગવાન પરશુરામને ગણાવ્યા આતંકી અને બળાત્કારીઃ હિન્દુઓ ભડકયાઃ ધરપકડ

361

હિન્દુ સમુદાયે ભગવાન પરશુરામ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે આકરામાં આકરા પગલા લેવાની માંગણી કરી

નવી દિલ્હી, તા. ૪ :. દક્ષિણ ગોવાના બેનાલીમમાં નાગરિકતા સંશોધન કાનૂન વિરૂદ્ધ આયોજીત રેલીમાં હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં ગોવાની ક્રાઈમ બ્રાંચે  કોંગ્રેસના નેતા રામકૃષ્ણ જાલમીની ધરપકડ કરી છે. જાલમી પર આરોપ છે કે તેમણે ભગવાન પરશુરામનું નામ લઈ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાંચના એસપી પંકજ કુમાર સિંહે કહ્યુ હતુ કે અમે જાલમી વિરૂદ્ધ માપસામા હિન્દુ યુવા સેનાએ ફરીયાદ નોંધાવી હતી. જેમા આરોપ છે કે જાલમીએ ભગવાન પરશુરામ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. પોલીસના  જણાવ્યા પ્રમાણે અમે ફરીયાદના આધારે કોંગી નેતાની ધરપકડ  કરી છે. સાથોસાથ તેમના પર કલમ ૨૫૯-એ અને ૧૫૩-એ હેઠળ કેસ નોંધ્યો છે. હિન્દુ યુવા સંગઠનનું કહેવુ છે કે ભગવાન પરશુરામ કે જેઓ ભગવાન વિષ્ણુના  છઠ્ઠા અવતાર છે અને હિન્દુ સમાજમાં પૂજનીય છે તેમને જાલમીએ આતંકી અને બળાત્કારી ગણાવ્યા છે. જેના કારણે હિન્દુ સમુદાયના સભ્યો લાલઘુમ બન્યા છે. હિન્દુ ભાવનાઓને ઠેસ પહોેંચાડવા ઉપરાંત હેટ સ્પીચને કારણે થનારી કોઈ પણ ઘટનાને રોકવા માટે હિન્દુ સેનાએ જાલમી વિરૂદ્ધ વહેલામાં વહેલા પગલા  લેવાની માંગ કરી છે. ફરીયાદમાં એવો પણ ઉલ્લેખ થયો છે કે જાલમીના પ્રવચનથી હિન્દુ સમુદાય દુઃખી થયો છે. ભગવાન પરશુરામ શ્રીહરિવિષ્ણુના અશાંવતાર છે અને ૮ ચિરંજીવીઓમાંથી એક છે. માન્યતા છે કે તેઓ આજે પણ જીવીત છે અને યુગના અંતમાં જ્યારે ભગવાન કલ્કી રૂપ લે છે ત્યારે તેઓ તેમને ગુરૂ બની શિક્ષા આપશે. હિન્દુ ધર્મમાં ભગવાન પરશુરામને મહાન અને ન્યાયપ્રિય દેવતા ગણવામાં આવ્યા છે. આ સિવાય તેમને ક્ષત્રિયોને સંહારક પણ કહેવાય છે કારણ કે તેઓએ અનેક વખત ધ્રુષ્ટ ક્ષત્રિયોથી ધરતીને મુકત કરાવી હતી.

Share Now