લગ્નમાં વરરાજો અખબાર ન વાંચી શક્યો તો વધુએ લગ્ન કરવાની ના પાડી, જાણો આખો મામલો

251

તમે લગ્ન તૂટવાના ઘણા બધા કારણો સાંભળ્યા અને જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના ઔરેયા જનપદમાં વરરાજો હિન્દી અખબાર ન વાંચી શક્યો જેના કારણે તેના લગ્ન તૂટી ગયા. એટલું જ નહીં અને વર પક્ષ વિરુદ્ધ કેસ પણ દાખલ થઈ ગયો.આમ તો આ લગ્ન વરરાજા દ્વારા હિન્દી અખબાર ન વાંચી શકવાનું કારણ એ નથી કે તેને વાંચતા આવડતું નહોતું,પરંતુ વરરાજા વેલ અજ્યુકેટેડ છે. કમી તેની આંખને લઈને સામે આવી છે.નજર નબળી હોવાના કારણે છોકરા માટે અભિશાપ બની.લગ્ન તૂટ્યા, દુલ્હન ન મળી અને કેસ દાખલ થઈ ગયો તે અલગ.

જે ઘરમાં 2 દિવસ પહેલા મંગળ ગીતો અને હસી-મજાકથી ગુંજાયમાન હતું, એ જ ઘર આજે ગમ અને હતપ્રભ આખા ગામમાં અલગ જ દેખાય છે.ઉત્તર પ્રદેશના ઔરેયા જનપદ પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલીપુર ગામનો રહેવાસી અર્જુન સિંહે પોતાની પુત્રી અર્ચનાના લગ્ન બંશિ પોલીસ સ્ટેશન વિસ્તારના અછલ્દાના રહેવાસી શિવમ સાથે નક્કી કર્યા હતા. ભણેલા-ગણેલા વેલ એજ્યુકેટેડ છોકરાને જોઈને અર્જુન સિંહે પહેલી જ નજરમાં છોકરાને પસંદ કરી લીધો હતો.ત્યારબાદ બધી તૈયારીઓ સાથે તારીખ નક્કી કરવામાં આવી.

કરિયાવરમાં બાઇક અને રોકડ પણ આપીને શગૂન ચડ્યું. છોકરીના પિતા અર્જુન સિંહે જણાવ્યું કે 20 જૂનના રોજ જ્યારે જાન ઘરે પહોંચી તો વરરાજાએ સતત આખો સમય નજરના ચશ્મા પહેરી રાખ્યા હતા.મહિલાઓને શંકા ગઈ,તેના પર જ્યારે વરરાજા શિવમને હિન્દી અખબાર ચશ્મા વિના વંચાવવામાં આવ્યો તો તે વાંચી ન શક્યો.છોકરો ચશ્મા વિના જોઈ નહોતો શકતો.એ સાંભળીને કન્યા એટલે કે અર્ચનાએ લગ્ન કરવાની ના પાડી દીધી.પછી કરિયાવરમાં આપવામાં આવેલા રોકડ,ગાડી પાછી આપવા અને જે પણ લગ્નમાં ખર્ચ થયો તેની માગણી કરવામાં આવી.વર પક્ષે જ્યારે ના પાડી તો કન્યા પક્ષ તરફથી ઔરેયા પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને FIR લખાવી દેવામાં આવી. સોમવારે સાંજે પણ બંને પક્ષો સાથે સંબંધીઓ એકત્ર થયા.વાત ન બનવા પર મંગળવારે આ બાબત પોલીસ સ્ટેશને જઈ પહોંચી.વધુના પિતાએ લગ્ન નક્કી કરાવનારા અને દુલ્હનના પરિવારજનો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવી છે.પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય કુમાર પાંડેએ જણાવ્યું કે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.

Share Now