– ટ્વિટરે જ્ઞાન લેવું જોઈએ કે તે સલામત સ્વર્ગમાં નથી જો કે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ જ કરશે : નિષ્ણાંતો
નવી દિલ્હી : ભારત સરકાર અને ટવીટર વચ્ચે શરુ થયેલી ટકકરમાં હવે આ માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મે તેની વેબસાઈટ પર જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ પ્રદેશ તરીકે ગણાવતા વિવાદ આગળ વધ્યો છે.જો કે ટવીટર તેને ‘ભુલ’ ગણાવીને તુર્ત જ સુધારી લીધી હોવાનો દાવો પણ કર્યો છે પણ ઉતરપ્રદેશના બુલંદ શહેરમાં ટવીટરના ભારત ખાતેના એમડી મનીષ માહેશ્ર્વરી સામે ખાનગી ફરિયાદ દાખલ થઈ છે.
બજરંગદળના એક નેતાએ ભારતીય ફોજદારી ધારાની કલમ 505 (2) અને આઈટી એકટની કલમ 84 હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. ટવીટરે તેની વેબસાઈટ ના ટવીપ લાઈટ સેકશનમાં આ વિવાદી નકશો અપલોડ કર્યો હતો.ટવીટરે અગાઉ પણ ભારતના નકશા સાથે ચેડા કર્યા હતા.બીજી તરફ સરકારે ફરી એક વખત ટવીટરને તેણે ‘ઈન્ટરમીડીયેટરી’ સ્ટેટસ ગુમાવી દીધુ હોવાનું અને તેણે હવે ભારતીય આઈટી એકટ હેઠળ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મને ચોકકસ સ્થાન મળે છે
તે ગુમાવી દીધી હોવાની ચેતવણી આપી છે.ટવીટર દ્વારા સતત જે રીતે ઉશ્કેરણીજનક હરકતો થઈ રહી છે તે બાદ કેન્દ્રના કાનૂન અને આઈટી મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી અને ટવીટરે ‘ઈન્ટરમીડીયેટરી’ સ્ટેટસ ખુદના કૃત્યથી ગુમાવી દીધું હોવાનું જાહેર કર્યુ છે.જો કે ટવીટરે આ મુદે કાનૂની જંગ છેડયો છે અને હવે અદાલત જ ટવીટરના આ સ્ટેટસ અંગે આખરી નિર્ણય કરશે.
સરકારે ગત ફેબ્રુઆરી માસમાં જ તમામ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મને નવા આઈટી એકટ હેઠળ આવરી તેના પર જે કેન્ટેન્ટ ફોટા, વિડીયો અપલોડ થાય છે.તેના માટે હવે ખુદ કંપની જ જવાબદાર ગણાશે અને સરકારની સૂચના મુજબ તે ચોકકસ સમયમાં હટાવી લેવા પડશે તેવો આદેશ આપ્યો હતો જેમાં સુધારો તા.26 મે થી અમલમાં આવી ગયો છે.ટવીટરે ભારતમાં તેના નોડેલ ઓફીસર નિશ્ચીત કરવા સહીતની શરતોનું પણ પાલન કર્યુ નથી.
ફેસબુક સહીતના અન્ય સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ આ પ્રકારની પ્રક્રિયા પુરી કરી છે પણ ટવીટરે હજું આ માહિતી સરકારને પહોચાડી નથી અને કંપનીએ સાનફ્રાન્સીસ્કો સ્થિત એક ઉચ્ચ અધિકારી આ પ્રકારના વિવાદોમાં જવાબદાર વ્યક્તિ છે તેવું જાહેર કર્યુ છે પણ ભારત સરકારના આદેશ મુજબ જે તે વ્યક્તિ ભારતનો રહેવાસી અને ટવીટથી ભારતની પેટા કંપનીના રોલ પર હોવો જોઈએ જેથી સાન ફ્રાન્સીસ્કોના અધિકારી જેરમી કૈસલ ભારતીય નહી હોવાની સરકાર તેની સામે કાનૂની કાર્યવાહી કરી શકે નહી.
ટવીટરે હજું ગઈકાલે તેની વેબ સાઈટ પર હાલ આ પ્રકારની પોષ્ટ માટે નિયુક્તિની એડ મુકી છે અને તેમાં નોડેલ ઓફીસર માટે પીછુ આ પ્રકારના પ્લેટફોર્મ કે મંચ પર કામ કરી ચૂકેલા અને ખાસ કરીને ભારત સરકાર અને જાહેર જનતા સાથે કામ પાર પાડી શકે તેમાં વ્યક્તિની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે.

