– પોલીસે ચુનો ભરેલી ટ્રક સહિત કુલ 29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરત : સચીન GIDC ખાતે આવેલા ભારત પેટ્રોલ પંપની સામેના ખુલ્લા મેદાનમાંથી પોલીસે ટ્રકના લોડિંગ બોડીના ભાગે ચુનાના પાઉડરની ગુણોની આડમાં વિદેશી દારૂની હેરાફેરીના ષડયંત્રને ઉઘાડું પાડ્યું છે.સાથે જ રૂપિયા 2.28 લાખના દારૂના જથ્થા સાથે ચારને ઝડપી પાડ્યા છે.પોલીસે ટ્રક અને ચુનાના પાવડરની ગુણો મળી રૂપિયા 29 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે એક સફેદ કલરની ટાટા LPS ટ્રેલર ટ્રક નં.RA.19.GE.5000 માં દારૂનો મોટો જથ્થો ટ્રેલર બોડીના ભાગે કલરટેક્ષ કંપનીમાં ઉપયોગમાં લેવાતો ચુનાનો પાવડર રાજસ્થાન જોધપુરથી આવ્યો હતો.ચુનાના પાવડરના જથ્થાની ઉપર વ્હિસ્કીની મોટી બાટલીઓનો જથ્થો લવાયો હતો.આ ટ્રેલર હાલમાં સચીન GIDC નાકા, ભારત પેટ્રોલપંપની સામે આવેલા ખુલ્લા મેદાનમાં ઉભું છે.દારૂનો જથ્થો લાવનાર ઇસમો તેને સગે વગે કરવાની તૈયારી કરવના છે-આવી બાતમી મળતા પોલીસે રેડ પાડી તપાસ હાથ ધરી હતી.
રેડ દરમિયાન પોલીસને ટ્રેલરમાંથી અલગ-અલગ બ્રાન્ડની 750 મીલીની કુલ્લે બોટલો નંગ-276 કિંમત 2,28,960ની મત્તાનો જથ્થો તથા ટાટા ટેલર ટ્રક રૂપિયા 25 લાખ તથા ચુનાના પાઉડરની ગુણો 30.16 ટન કિંમત અંદાજે રૂપિયા 1,80,960 તથા મોબાઇલ ફોન નંગ 3 રૂપિયા 10,500 તથા અંગ ઝડતીના રોકડા રૂ પિયા 11,640 મળી કુલ્લે રૂપિયા 29,32,060 ની મત્તાના મુદ્દામાલ જમા લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપી
(૧) ભાંખર રામ અમો સમ ભાટ (બંકારા) ઉ.વ. 24 રહે મૂળવતન ચાંદેલાવગામ સરકારી સ્કૂલની પાસે, તા.બિલાડા, થાણા બ્રિા જોધપુર, રાજસ્થાન
(2) રામસ્વરૂપ સોહનલાલ વિનોઇ ઉ.વ.19 રહે.મૂળવતન- ચાંદેલાવ ગામ, વિષ્ણુ કી દ્રાણી તા-બિલાડા થાણા:બિલાડ, જોધપુર, રાજસ્થાન,
(3) કિશનલાલ ભરમાનંદ શમી, ઉ.વ 40 રહે હેપ્પી હૉટલ, સીનમાં સેંડ, દિલ્હીગર, મહિધરપુરા સુરત શહેર મુળવતન મકાન નં 247 રાવનગર, પાવતા સી. રોડ, જોધપુર, રાજસ્થાન
(૪) શ્રવણ જોરા રામ માવત, હેસીતાનગર રમેશભાઇ મેઘવાલના મકાનમાં, પુણાગામ રોડ, સુરત શહેર મુળવતન ઉપકાવાસગામ તા.સોજત ઘણા શિવપુરા, જી.પાલી, રાજસ્થાન


