કોંગ્રેસી નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પત્ની વિવાદ સામે આવ્યો છે.ભરતસિંહ સોલંકીએ પત્ની વિરુદ્ધની એક નોટિસ જાહેર કરી છે.જેમાં તેમણે પત્ની પોતાના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તે છે,જેથી તેમને તકલીફ પહોંચાડે એવો ભય દર્શાવ્યો છે.
ભરતસિંહ સોલંકીને રેશ્મા પટેલથી નુકસાન થવાનો ડર પર્વતી રહ્યો છે,જેના કારણે તેમને નોટિસમાં નાણાંકીય વ્યવહાર ન કરવા ઉલ્લેખન કર્યો છે.નોટિસમાં રેશમા પટેલ 4 વર્ષથી ભરતસિંહથી અલગ રહે છે.ભરતસિંહ સોલંકીની પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી છે,જેમાં તેમના પત્ની રેશમા પટેલ સાથેનો આંતરિક ઝઘડો સામે આવ્યો છે.તેઓ પોતાના પત્ની સાથે છેલ્લાં ચાર વર્ષથી રહેતા નથી,અને તેમના કહ્યામાં નથી,જેથી કોઈપણ વ્યક્તિએ તેમના પત્ની (રેશમા પટેલ) સાથે નાણાકીય વ્યવહાર ન કરવા જણાવ્યું છે.
ભરતસિંહ સોલંકીને રેશ્મા પટેલથી નુકસાન થવાનો ડર છે.જેના કારણે તેમને નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કોઈપણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં.જો આમ થશે તો ભરતસિંહ તેના માટે જવાબદાર રહેશે નહીં.