– સુરતની લાજપોર જેલ બહાર અલ્પેશ કથીરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ
– હાર્દિક પટેલ,ધાર્મિક માલવિયા, PAAS નેતા દિનેશ બાંભણિયા અને મોટી સંખ્યામાં પાટીદાર કાર્યકર્તાઓ પણ અલ્પેશના સ્વાગત માટે જેલ બહાર પહોંચ્યા
– હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરકાર સત્તાનો ખોટો દુરુપયોગ કરીને નિર્દોષ માણસોને જેલમાં ન મોકલે. જેથી રાજ્યનું વાતાવરણ ન બગડે
ગુજરાત હાઈકોર્ટે રાયોટિંગના કેસમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરીયાના જામીન મંજૂર કર્યા છે.શરતોને આધીન કોર્ટે જામીન આપ્યા છે.ત્યારે પાંચ મહિનાના જેલવાસ બાદ અલ્પેશ કથીરિયા મુક્ત થયા છે.લાજપોર જેલમાંથી તેમની પાંચ મહિના બાદ મુક્તિ થઈ છે.ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ખુદ જૂના આંદોલનકારી મિત્રને આવકારવા પહોંચ્યા હતા.તો બીજી તરફ,જેલુક્ત અલ્પેશનું પરિવાર અને મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું છે.
AAPના કોર્પોરેટરો સ્વાગત માટે ઉમટ્યા
અલ્પેશ કથિરીયા રાજપોલ જેલમાંથી મુક્ત થયા બાદ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે AAP ના કોર્પોરેટરો પણ ઉમટ્યા હતા આપના કોર્પોરેટર પાયલ પટેલ અને ડૉ.કિશોર રૂપારેલીયા પણ તેમના સ્વાગત માટે લાજપોર જેલ પહોંચ્યા હતા.
અલ્પેશ કથિરીયાની મુક્તિબાદ રાજકારણમાં ગરમાયું
હવે અલ્પેશ કથિરીયાની મુક્તિબાદ રાજકારણમાં ગરમાવો આવી શકે છે કેમ કે મોટા ભાગના પાસના કાર્યકરોનું આપ પાર્ટીમાં ઝુકાવ જોવા મળી રહ્યો છે,હવે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશી ચુકી છે ત્યારે આગામી સમયમાં અલ્પેશ કથિરીયાનું શુ સ્ટેન્ડ રહે છે તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે.
પાસના કાર્યકરો આપને સમર્થન
એક તરફ પાસના કાર્યકરો આપને સમર્થન આપવાની વાતો કરી રહ્યા છે તો બીજી તરફ અલ્પેશ કથિરીયાએ જેલમાંથી મુક્ત થયા બાદ આગામી સમયામાં કેવી આયોજન કરવું અને કેવી રણનીતિ કરવી તેની લઈને સામાજિક આગેવાનો સાથે મળીને ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતાઓ પણ અલ્પેશને લઈને ઉતાવળા બન્યા છે.


