3 દાયકાથી વધારે સમયથી ભારતનો મોસ્ટ વૉન્ટેડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છૂપાઈને બેઠો છે.સુરક્ષા એજન્સીઓને તેના વિશે જાણકારી મળતી રહે છે.આ દરમિયાન અંડરવર્લ્ડ ડૉનથી જોડાયેલી વધુ એક જાણકારી સામે આવી છે.દાઉદ ઇબ્રાહિમના નાના ભાઈ ઇકબાલ કાસકરે જણાવ્યું કે, ડૉન નિયમિત રીતે બેડમિન્ટન રમે છે.ઉલ્લેખનીય છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગત પખવાડીયે કાસકરને 2 દિવસ માટે કસ્ટડીમાં લીધો હતો.
આ દરમિયાન ઇકબાલે ડી કંપની અને ડોન વિશે અનેક જાણકારીઓ આપી છે.ઇકબાલ કાસકરે આ દરમિયાન જણાવ્યું કે,દાઉદ ખૂદને ફિટ રાખવા માટે પાકિસ્તાનમાં પોતાના એપાર્મેન્ટમાં રોજ બેડમિન્ટન રમે છે.ઇકબાલ સાથેની પૂછપરછમાં એનસીબીએ ડી કંપનીના ડ્રગ્સ સિન્ડિકેટથી જોડાયેલી અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ ભેગી કરી.છેલ્લા કેટલાક દિવસમાં એનસીબીએ જે ડ્રગ્સ તસ્કરોની ધરપકડ કરી,તેમાં એક શબ્બીર ઉસ્માન શેખ પણ છે.
એનસીબીનું કહેવું છે કે, શબ્બીર ઇકબાલ કાસકરનો ઘણો નજીકનો છે.ત્રણ દિવસ પહેલા હુસૈની બી નામની એક મહિલાને પણ અરેસ્ટ કરવામાં આવી હતી.આ મહિલા વિશે જાણકારી પણ એનસીબીને ઇકબાલ કાસગર દ્વારા જ મળી છે.તેની પાસેથી લગભગ 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે.એનસીબીનું કહેવું છે કે ડી. કંપનીના લોકો અલગ-અલગ રસ્તાથી ડ્રગ્સ મુંબઈ મોકલે છે.આમાંથી એક મોડસ ઑપરેન્ડીમાં ડ્રગ્સ જમ્મુ-કાશ્મીરથી અજમેર આવે છે.
અજમેરથી દિલ્હી અને પછી દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ રોડમાર્ગે પહોંચાડવામાં આવે છે.આવી જ મૉડસ ઑપરેન્ડીથી મુંબઈ મોકલવામાં આવેલી લગભગ 9 કરોડ રૂપિયાની કિંમતની સાડા 17 કિલો હશીશ એનસીબીએ છેલ્લા કેટલાક દિવસમાં જપ્ત કરી અને સાત લોકોની ધરપકડ કરી.એનસીબીની તપાસમાં એ વાત સામે આવી છે કે મુંબઈમાં ડ્રગ્સ તસ્કરીમાં દાઉદના લોકો સામેલ હતા.આમાં છોટા શકીલનું નામ પ્રમુખ છે.એનસીબી ટેરર એન્ગલથી પણ આ કેસની તપાસ કરી રહ્યું છે.

