શિવસેનાના સાંસદ સંજયરાઉતે કહ્યું કે ભલે બીજી લહેર બાદ તેમની લોકપ્રિયતા ઘટી પરંતુ તે મોદી છે.મહારાષ્ટ્ર્રની રાજનીતિના સુર આજકાલ બદલાયેલા જોવા મળી રહ્યા છે.એક તરફ અહેવાલ આવી રહ્યા છે કે પ્રશાંત કિશોર ચૂંટણી માટે વિપક્ષને એકઠા કરવાની વાત કરી રહ્યા છે.આ વચ્ચે શિવસેના સાંસદ અને પ્રવકતા સંજય રાઉતે કંઇક અલગ જ સુર છેડા છે.સંજય રાઉતના નિવેદન બાદ ચર્ચાઓએ જોર પકડું છે.
રાઉતે મોટા નિવેદનો આપતા પીએમ નરેન્દ્ર મોદીના વખાણનો પહાડ ઉભો કરી દીધો છે.રાઉતે કહ્યું કે ઙખ મોદી સામે ટક્કર આપવા માટે વિપક્ષ પાસે કોઈ મોટો ચહેરો નથી.રાઉતે કહ્યું કે યાં સુધી કોઈ મોટો ચહેરો નથી મળી જતો, ત્યાં સુધી કોઈ ચાન્સ નથી.આ સાથે રાઉતે પીએમ મોદી સામે એનસીપી પ્રમુખ શરદ પવારને સૌથી યોગ્ય ઉમેદવાર કહ્યા છે.સંજય રાઉતે કહ્યું કે ૨૦૨૪ માં મોટા ચહેરા વગર નરેન્દ્ર મોદીને હરાવવા મુશ્કેલ છે.શરદ પવાર યોગ્ય વિકલ્પ છે.રાઉતનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો ખૂબ મહત્વનો છે.ભલે બીજી લહેર બાદ મોદીની લોકપ્રિયતામાં થોડો ઘટાડો થયો છે.પરંતુ તે મોદી છે,આજે પણ વડાપ્રધાન મોદી દેશના સૌથી મોટા નેતા છે.
સંજય રાઉતે કોંગ્રેસ અને રાહત્પલ ગાંધીપર નિવેદન આપતા કહ્યું કે રાહત્પલ એક મોટા નેતા છે,પરંતુ કોંગ્રેસમાં હજુ મોટા નેતા હયાત છે.કોંગ્રેસમાં પણ લીડરશીપને લઈને સમસ્યા છે.એટલે જ હજુ પાર્ટી પ્રેસિડેન્ટ નથી નીમી શકયા.ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને રાઉતે કહ્યું કે તેમણે બંગાળમાં સાં કામ કયુ, એમ તૃણમૂલ કોંગ્રેસ કહે છે. મને ખ્યાલ નથી ટે શું કરવા માંગે છે. તેઓ દેશના વિપક્ષને સાથે લાવવામાં યોગદાન આપી શકે છે.


