અમદાવાદ : મહામારીના કપરા સમયમાં પણ દેશની ઓટોમોબાઈલ્સની નિકાસમાં સારી કામગીરી જોવા મળી છે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૧ સુધીના પ્રથમ છ મહિના દરમિયાન દેશમાંથી કુલ ૨૩.૬ અબજ ડોલરના મૂલ્યના વાહનોની નિકાસ થઈ છે. જે સાત વર્ષમાં સૌથી વધુ છે.આ સમયગાળામાં કુલ ૧૦,૪૯,૬૫૮ યુનિટ્સ વાહનોની નિકાસ થઈ છે. જે ર્વાિષક ધોરણે ૨૭.૯ ટકા વૃદ્ધિ દર્શાવે છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૨ના પ્રથમ છ માસિક ગાળા બાદ પ્રથમવાર વાહનોની નિકાસમાં દ્વિઅંકી વૃદ્ધિ જોવા મળી છે.
ઓટોમોબાઈલ કંપનીઓને કોમ્પોનેન્ટ્સ ખરીદવામાં ભારે પરેશાની વચ્ચે ઓટો નિકાસનો દેખાવ ખૂબ સારો જોવા મળ્યો છે.કેન્દ્રીય ટ્રેડ,ઈન્ડસ્ટ્રી એન્ડ એનર્જી વિભાગે જણાવ્યા મુજબ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન ઓટોમોબાઈલ નિકાસ ર્વાિષક ધોરણે ૪૯.૯ ટકા ઊછળી ૨૩.૬૧ અબજ ડોલર રહી છે.અગાઉ ૨૦૧૪ના પ્રથમ છ મહિના દરમિયાન દેશમાંથી કુલ ૨૫.૨૩ અબજ ડોલરના મૂલ્યની ઓટોમોબાઈલ નિકાસ જોવા મળી હતી.ચાલુ વર્ષની નિકાસ વેલ્યૂ ત્યારબાદના સૌથી ઊંચા સ્તરે નોંધાઈ છે. ભારતે મુખ્યત્વે કયા દેશોમાં નિકાસ કરી છે તેના પર નજર નાખીએ તો ઉત્તર અમેરિકા ખાતે ૧૦.૭૯૭ અબજ ડોલરની નિકાસ થઈ છે. જે ૩૯.૭ ટકા વૃદ્ધિ દર્શાવે છે. તે અત્યાર સુધીની સૌથી ઊંચી નિકાસ છે.જ્યાર બાદ યુરોપિયન સંઘ ખાતે ૪.૧૭૭ અબજ ડોલર્સની નિકાસ થઈ છે. જે ૫૬.૩ ટકા વૃદ્ધિ સૂચવે છે.યુરોપીય સંઘ બહાર પૂર્વ યુરોપમાં ૨.૭૩૬ ડોલરની નિકાસ નોંધાઈ છે. જે ૮૦.૨ ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે.આ ઉપરાંત મધ્યપૂર્વમાં ૧.૬૯ અબજ ડોલર,દક્ષિણ અમેરિકામાં ૧.૦૩ અબજ ડોલર,આફ્રિકામાં ૩૧.૯ કરોડ ડોલર, ઓસેનિયામાં ૧.૪૬૮ અબજ ડોલર અને એશિયા ખાતે ૧.૪૧૩ અબજ ડોલરની ઓટોમોબાઈલ નિકાસ નોંધાઈ છે. ૨૦૧૨ના પ્રથમ છ મહિના બાદ પ્રથમવાર ઓટો યુનિટ્સની નિકાસમાં દ્વિઅંકી વૃદ્ધિ જોવા મળી છે અને તે ૨૭.૯ ટકા વૃદ્ધિ દર્શાવે છે.યુએસ ખાતે હ્યુન્ડાઈ મોટર અને કિઆ કારની નિકાસમાં ૪૮.૧ ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી.બંને કંપનીઓએ વિક્રમી વેચાણ નોંધાવ્યું હતું.કોરિયન ઓટોમોબાઈલ કંપનીઓનો નિકાસ હિસ્સો ૧.૨ ટકા પરથી વધી ૯.૭ ટકા પર જોવા મળ્યો હતો ઓટોમોબાઈલ પાર્ટ્સની નિકાસ પણ ૪૩.૬ ઔટકા ઊછળી ૧૧.૬૧ અબજ ડોલર્સ પર રહી હતી.


