પ્રસાદ વગર ક્યાં સરકારી કામ થાય છે? તલાટી મંત્રીનો વાયરલ થયો ઓડિયો

273

કાલોલ : તાલુકાના પરૂણા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મહિલા તલાટીએ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી પૈસા ની લેતીદેતી કરી હોવાનો આક્ષેપ કરતો ઓડીયો વાયરલ થતાં સમગ્ર કાલોલ તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો.કાલોલ તાલુકા વિસ્તારમાં શુક્રવારે સવારે એક ઓડિયો ક્લિપ વાયરલ બની હતી જે ઓડીયો ક્લિપમાં પરૂણા ગ્રામ પંચાયતમાં ઈન્ચાર્જ તલાટી કમ મંત્રી સાથે એક લાભાર્થીએ ફોન પર વાત કરીને સરકારી યોજના હેઠળ મળવાપાત્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તલાટી કમ મંત્રીએ પહેલા બે હપ્તા અને મજુરી પેટે પણ અલગથી રૂ. ૧૫૦૦ લાભાર્થીઓ પાસેથી ઉઘરાવી લીધા હોવા છતાં લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ નહીં મળ્યો હોવાના આક્ષેપો કરતી બન્ને વચ્ચેની વાતચીત વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

જે અંગેની વિગતો મુજબ કાલોલ તાલુકા વિસ્તારમાં પરૂણા ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક લાભાર્થીએ પંચાયતના ઈન્ચાર્જ તલાટી કમ મંત્રી તરીકે સેજો ભોગવતા સુનિતાબેન રાવતને ફોન કરીને આવાસ અંગે માહિતી માંગી હતી અને આ વાતચીત દરમિયાન લાભાર્થીએ સીધા શબ્દોમાં આવાસનો લાભ મેળવવા માટે તલાટીએ આવાસ મંજૂર કરતા પહેલા જ બે વખત અમુક રકમના હપ્તા તદ્ઉપરાંત આવાસની મજુરી પેટે પણ ૧૫૦૦ રૂપિયા તલાટીને ચુકવી દીધા હોવા છતાં લાભાર્થીઓને આવાસનો લાભ નહીં મળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જે વાતચીત દરમિયાન તલાટી કમ મંત્રી લાભાર્થી સાથે તુમારશાહીથી વાત કરીને પોતાના ઘરના પૈસા નથી ફાળવી દીધા એ પૈસા ઓનલાઈન ફળવાશે એવો ખુલાસો કર્યો હતો.તદ્ઉપરાંત આ ઓડીયો ક્લિપમાં લાભાર્થી તલાટી કમ મંત્રી સાથે પરૂણા પંચાયતમાં ફાળવેલા દિવસોમાં પણ પંચાયત ખાતે ફરજ પર હાજર નહીં રહેતા હોવાનો આક્ષેપ કર્યો હતો જેની સામે તલાટી કમ મંત્રી પોતે સામાજિક કામે રજા મુકી હોવાનું જણાવ્યું હતું.પરંતુ સમગ્ર વાતચીતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓ પાસેથી આવાસની ફાળવણી કરવા બદલ હપ્તાઓ અને મજુરી પેટે પણ નાણાંઓની ઉઘરાણી થતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે ઓડીયો ક્લિપ સોશ્યિલ મીડિયામાં વાયરલ બનતા પરૂણા ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ તલાટી કમ મંત્રી સામે સવાલો ઉભા થયા હતા.જો કે હાલ પરૂના ગામ માં સરકારી આવાસ યોજના ના મકાનો અદ્ધર તાલ જ જોવા મળી રહ્યા છે.

આ સમગ્ર મામલે જ્યારે આક્ષેપિત મહિલા તલાટી સુનિતાબેન રાવત મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમને તો આખી વાત નો જ છેદ ઉડાડતા તેમને ઘર વેરાના પૈસા માંગ્યા હોવાની વાત કરી હતી તેવું નિવેદન આપતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.ઓડીઓ ક્લિપમાં જે લાભાર્થી સાથે તલાટી વાત કરી રહ્યા તેમાં તો આવાસના હપ્તા મંજુર કરવા માટે પૈસા માંગ્યા હોવાનું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.જો કે જે લાભાર્થી સાથે મહિલા તલાટીની ઓડીઓ ક્લિપ વાયરલ થઈ હતી તે લાભાર્થી પણ મીડિયા સમક્ષ આવા તૈયાર ન થતા તલાટી અને તેમના મળતીયા દ્વારા ધાક ધમકી કે પ્રલોભનો આપવા માં આવ્યા હોવા ની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

આ સમગ્ર ઘટનામાં કાલોલ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાળાએ વાયરલ બનેલી ઓડીયો ક્લિપના આક્ષેપોની દિશામાં યોગ્ય તપાસ કરી ઉપરી અધિકારી ને સમગ્ર મામલે માહિતગાર કર્યા હોવાની વાત પણ કરી હતી તો જે પરુણા ગામ ના આવાસ મુદ્દે સમગ્ર વિવાદ ઉભો થયો છે તે અંગે પણ ટીડીઓ એ ખુલાસો કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧ માં ૭૨ પ્રધાનમંત્રી આવાસ મંજુર થયા હતા.જેમાંથી ૭૦ લાભાર્થી ઓ ને ૨૨-૦૯-૨૦૨૦ ના રોજ આવસનો પ્રથમ હપ્તો ફાળવી દેવામાં આવ્યો હતો.જયારે આવાસ નો બીજો હપ્તો ૪૬ લાભાર્થી ઓ ને ૮ સપ્ટેમ્બર ના રોજ ચૂકવાય ગયો હતો પરંતુ આ ૪૬ માંથી બે લાભાર્થી ઓ ના ખાતામાં નાણાં ક્રેડિટ થયા હતા.જ્યારે બાકી ના ૪૪ લાભાર્થી ઓ ના બેન્ક એકાઉન્ટ નમ્બર અને આઈ ઇ એફ સી કોડ બેન્ક મર્જિંગ ના કારણે આવાસ નો બીજો હપ્તો ક્રેડિટ થઈ શક્યો નહોતો જેના કારણે આ લાભાર્થી નો બીજો હપ્તો ટેક્નિકલ ગૂંચના કારણે અટવાયો હતો.જે મામલે હવે ટૂંક સમયમાં નિરાકરણ લાવી દેવા માં આવશે.

Share Now