નવી દિલ્હી : ધ વાયર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઈઝરાયેલની ફર્મ એનએસઓ દ્વારા પેગાસસ માલવેર ૩૬ જેટલા દેશોની સરકારોને આપવામાં આવ્યું છે.વાયરે એવો દાવો પણ કર્યો છે કે, વિવિધ સરકારો અને ઈઝરાયેલી કંપની દ્વારા વિગતો સંતાડવામાં આવી રહી છે.તેમાં એવું પણ જણાવાયું છે કે, ભારતમાં સરકારી સંસ્થાઓ અથવા તો સરકાર સાથે સંકળાયેલી ખાનગી સંસ્થાઓ દ્વારા જાસૂસી માટે આ માલવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હશે.આ અંગે ઈઝરાયેલી કંપનીએ દાવો ફગાવી દીધો છે.એનએસઓએ જણાવ્યું હતું કે, અમે વિવિધ દેશોની સરકારોના ઓર્ડર પ્રમાણે વિવિધ સોફ્ટવેર બનાવીને આપીએ છીએ.સરકારો દ્વારા તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે અંગે અમે કશું કહી શકીએ નહીં.અમારા માટે આ સરકારો ખાનગી ક્લાયન્ટ સમાન છે.અમે અમારી પ્રાઈવસીનો ભંગ ઔકરીને તેની વિગતો જારી કરી શકીએ નહીં.
ઔ૨૦૧૭થી ૨૦૧૯ વચ્ચે આ જાસૂસી કરાઈ હતી । વાયરે દાવો કર્યો છે કે, દેશમાં જ્યારે ૨૦૧૭ના અંતથી ૨૦૧૯ના અંત સુધીમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલતી હતી અને અન્ય રાજકીય તથા સામાજિક પરિવર્તનો ચાલતા હતા તે સમયે આ જાસૂસી કરાઈ હોવા જોઈએ.તેમાં એવું પણ જણાવાયું હતું કે, આ દરમિયાન વિવિધ રાજકીય પરિવર્તનો ચાલતા હતા.તે ઉપરાંત પક્ષ અને વિપક્ષના નેતાઓને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.સૌથી ગંભીર બાબત એ હતી કે સુપ્રીમ કોર્ટના જજના ફોન પણ હેક કરવામાં આવ્યા હતા.વાયરે દાવો કર્યો હતો કે, જજના પદની ગરીમાનો ભંગ ન થાય અને નક્કર માહિતી બહાર ન આવે ત્યાં સુધી કોઈના નામ જાહેર કરવામાં આવશે નહીં.તે સિવાય ત્રણ વિપક્ષી નેતાઓ,મોદી કેબિનેટના મંત્રીઓ અને પક્ષના નેતાઓના પણ નામ હજી સામે આવ્યા નથી.તે ઉપરાંત દેશની સુરક્ષા સાથે સંકળાયેલી કેટલીક બાબતો હોવાથી સુરક્ષા સંસ્થાનોના વડાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા નથી.
અમારી સામે જાસૂસીના આરોપો પાયાવિહોણા છે : કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે જણાવ્યું કે, અમારે કોઈનો ભય રાખવાની જરૃર નથી. અમારે કંઈ સંતાડવાનું પણ નથી.અમારી પાસે આવી કોઈ ક્વેરી આવી નથી અને અમે કોઈને જવાબ આપ્યા નથી.હાલમાં જે આર્િટકલ છપાયો છે તેનાથી કશું જ સિદ્ધ થતું જ નથી. આ પહેલાં પણ સરકાર અને પેગાસસની જાસૂસીને જોડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.તે વખતે પણ કશું જ સિદ્ધ કરી શકાયું નહોતું અને સરકારે તમામ સ્તરે સાબિતી આપી હતી.હાલમાં પણ જે અહેવાલો પ્રકાશિત થયા છે તેમાં કોઈ નક્કર નામ સામે આવ્યા નથી કે કોઈ ઘટસ્ફોટ થયા નથી.ભારત સરકાર પોતાના નાગરિકોના રાઈટ ટૂ પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે.તાજેતરમાં સરકાર દ્વારા મોબાઈલ યૂઝર્સ અને નાગરિકોના ડિજિટલ રક્ષણ માટે જ નવા કાયદા લાવવામાં આવ્યા છે. આ સંજોગોમાં સરકાર સામે જાસૂસીના આરોપો મૂકવા પાયાવિહોણા છે.
ઔઔખશોગીની હત્યા પહેલાં તેની પત્નીનો ફોન હેક કરાયો હતો.સાઉદી કોન્સ્યુલેટમાં જેની હત્યા થઈ હતી તેવા જમાન ખશોગીની હત્યામાં પણ એનએસઓની સંડોવણીની વાત સામે આવી હતી.જાણકારોના મતે ખશોગીની હત્યા થઈ તે પહેલાં તેની સાથે સંકળાયેલા કેટલાક લોકો,તેની પત્ની તથા અન્ય બે યુવતીઓની જાસૂસી કરવામાં આવી હતી. જાણકારોના મતે ઈઝરાયેલી કંપની એનએસઓ દ્વારા પેગાસસની મદદથી જ જાસૂસી કરાઈ હતી.
ઔઔએલ્ગર પરિષદ સાથે સંકળાયેલા એક્ટિવિસ્ટની જાસૂસી કરાઈ
વાયરના અહેવાલમાં જણાવાયું છે કે, એલ્ગર પરિષદ કેસ સાથે સંકળાયેલા લોકોની પણ જાસૂસી કરવામાં આવી હતી.અહેવાલમાં દાવો કરાયો છે કે, સ્ટેન સ્વામી સહિત આ કેસમાં દેશભરમાંથી ૧૬ એક્ટિવિસ્ટ, તજજ્ઞાો અને વકીલોની ધરપકડ કરવામાં આવી હતી.આ કેસમાં આ તમામ લોકોના ફોન ટેપ થયા હોવાની અને હેક થયા હોવાની પૂરી શક્યતાઓ છે.તેમના ફોન હેકિંગ દ્વારા મળતી માહિતીના આધારે જ તેમની સામે સમાજ વિરોધી કાર્યો અને દેશ દ્રોહ જેવા કેસ દાખલ કરવામાં આવ્યા હોઈ શકે છે.એલ્ગર પરિષદ કેસમાં ખરેખર કેટલા લોકોના ફોન હેક થયા હતા તે આગામી સમયમાં નક્કર યાદી સામે આવશે ત્યારે જ બહાર પડી શકે છે.અહેવાલમાં એવું પણ સામે આવ્યું છે કે, જે ૪૦ પત્રકારોના ફોન હેક કરાયા છે તેમાંથી મોટાભાગના દિલ્હીમાં અથવા તો દિલ્હી સાથે સંકળાઈને કામ કરતા હતા.કેટલાક પત્રકારોએ જણાવ્યું હતું કે, આ પ્રકારે હેકિંગ થાય તો તે રાઈટ ટુ પ્રાઈવસી સામે સૌથી મોટા જોખમ સમાન છે અને અત્યંત ગંભીર બાબત છે.
ઔઆ ભારતીય પત્રકારો અને મીડિયા જૂથની જાસૂસી કરાયાના અહેવાલ
ઔઔક્રમ પત્રકારનું નામ સબંધીત મીડિયા ગ્રુપ
૧ સિદ્ધાર્થ વરદરાજન ધ વાયર
૨ એમ.કે.વેણુ ધ વાયર
૩ રોહિણી સિંહ ધ વાયર
૪ દેવીરૃપા મિત્રા ધ વાયર
૫ સ્વાતી ચર્તુવેદી ધ વાયર
૬ શિશિર ગુપ્તા હિંદુસ્તાન ટાઇમ્સ
૭ પ્રશાંત ઝા હિંદુસ્તાન ટાઇમ્સ
૮ ઓરંગઝેબ નક્શબંદી હિંદુસ્તાન ટાઇમ્સ
૯ સુશાંત સિંહ ઇન્ડિયન એક્સપ્રેસ
૧૦ ઋતિકા ચોપડા ઇન્ડિયન એક્સપ્રેસ
૧૧ મુજમ્મીલ જલીલ ઇન્ડિયન એક્સપ્રેસ
૧૨ વિજેતા સિંહ ધ હિંદુ
ક્રમ પત્રકારનું નામ સબંધીત મીડિયા ગ્રુપ
૧૩ સંદીપ ઉન્નીથન ઈંડિયા ટુડે
૧૪ મનોજ ગુપ્તા ટીવી ૧૮
૧૫ જે.ગોપીકૃષ્ણન ધ પાયોનિયર
૧૬ પરંજોય ગુહા ઠાકુરતા ન્યૂઝક્લિક વેબસાઇટ
૧૭ સ્મિતા શર્મા ધ ટ્રિબ્યૂન
૧૮ સિદ્ધાંત સિબ્બલ વિઓન ટીવી ચેનલ
૧૯ મનોરંજન ગુપ્તા ફ્રંટિયર ટીવી
૨૦ પ્રેમશંકર ઝા સ્વતંત્ર પત્રકાર
૨૧ સૈકત દત્તા સ્વતંત્ર પત્રકાર
૨૨ સંજય શ્યામ સ્વતંત્ર પત્રકાર
૨૩ જસપાલસિંહ હેરન સ્વતંત્ર પત્રકાર
૨૪ રૃપેશકુમાર સિંહ સ્વતંત્ર પત્રકાર
0S વિન્ડોઝ હેક કરવા સ્પાયવેર વેચ્યું
થોડા સમય પહેલાં જ માઈક્રોસોફ્ટ અને ટેક્નોલોજી હ્યુમન રાઈટ્સ ગ્રૂપ સિટીઝન લેબ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ઈઝરાયેલી કંપની દ્વારા માઈક્રોસોફ્ટ વિન્ડોઝ હેક કરવા માટે કેન્ડિરુ નામનું સોફ્ટવેર વેચવામાં આવ્યું હતું. તેમાં માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, તેમના વિન્ડોઝ સોફ્ટવેરમાં વૈશ્વિક ધોરણે ઘણા ક્લાયન્ટને કામગીરીમાં એકસમાન સમસ્યાઓ જોવા મળી હતી.એક જ પ્લેટફોર્મ ઉપર ચાલતા આ સોફ્ટવેરમાં સમાન ખામીઓ આવતા આ દિશામાં તપાસ કરવામાં આવી હતી.સિટીઝન લેબે દાવો કર્યો હતો કે, કેન્ડિરુ હેકિંગ ટૂલ અનેક લોકોને વેચવામાં આવ્યું હતું જેના થકી સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન, સાઉદી ડિસિડન્ટ ગ્રૂપ,ઈન્ડોનેશિયા ન્યૂઝ આઉટલેટ વગેરેની માહિતી હેક કરી શકાય.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં પણ ઈઝરાયેલની ફર્મ એનએસઓ જૂથ દ્વારા પેગાસસ સ્પાયવેરની મદદથી વિશ્વમાં ઘણા ફોન રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને ફોન હેક પણ કરવામાં આવ્યા હતા.

