– ક્રાઇમ બ્રાંચે કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી
– જે કંપની પર પોર્નોગ્રાફીનો આરોપ લાગ્યો છે તેને મેં છોડી દીધી છે : રાજ કુંદ્રાનો દાવો
નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને વેપારી રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મોની શૂટિંગના મામલે ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ પહેલા મુંબઇ ક્રાઇમ બ્રાંચે કલાકો સુધી તેની પૂછપરછ પણ કરી હતી.રાજ કુંદ્રાને ક્રાઇમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા ઉપરાંત કેટલીક એપ દ્વારા તેને જાહેર કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં રાજ કુંદ્રાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સોમવારે જ શિલ્ફા શેટ્ટીના પતિ રાજ કંુદ્રાને ક્રાઇમ બ્રાંચે આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવી બોલાવ્યા હતા.જે બાદ તેઓ ક્રાઇમ બ્રાંચની ઓફિસ પણ પહોંચ્યા હતા જ્યાં કલાકો સુધી તેમની આ મામલે પૂછપરછ થઇ હતી જે બાદ ધરપકડ કરાઇ હતી.આ પહેલા પણ તેઓ વિવાદોમાં આવી ચુક્યા છે.અભિનેત્રી પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાએ તેની તસવીરોનો દુરૂપયોગ કર્યો હતો.બીજી તરફ રાજ કંુદ્રાએ કહ્યું હતું કે જે કંપની પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે તે કંપનીને મે છોડી દીધી છે.