રાહુલ ગાંધી,પ્રશાંત કિશોર,બીજેપીના બે મંત્રી અને 40 પત્રકારોના ફોન ટેપ થતા હતાં

220

નવી દિલ્હી : ઈઝરાયેલની કંપની એનએસઓના પેગાસસ સ્પાયવેરના માધ્યમથી ભારતના ટોચના નેતાઓ અને અધિકારીઓના ફોન ટેપિંગના અહેવાલથી સોમવારથી શરૂ થયેલા સંસદના ચોમાસું સત્રમાં ભારે હોબાળો મચ્યો હતો.પેગાસસ સ્પાયવેર કેસમાં ખુલાસો થયો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર અને બે મંત્રીઓને પણ નિશાન બનાવાયા છે.આ મંત્રીઓમાં અશ્વિની વૈષ્ણવ અને પ્રહલાદ પટેલનો સમાવેશ થાય છે.પૂર્વ ચૂંટણી કમિશ્નર અશોક લવાસાનું નામ પણ ચમક્યું છે.ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર આક્ષેપ કરનારી સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા સ્ટાફરનો ફોન પણ હેકિંગ કેસમાં ટાર્ગેટ પર હતો.ધ વાયરના રિપોર્ટ મુજબ લીક થયેલા ડેટામાં ૩૦૦ જેટલા ભારતીય નંબરો સામેલ છે.જેમાં ત્રણ મોટા વિપક્ષી નેતા, મોદી સરકારમાં બે કેન્દ્રીય મંત્રીઓ, 40થી વધુ પત્રકારો,સલામતી સંસ્થાઓના હાલના તેમજ પૂર્વ પ્રમુખો અને અધિકારીઓ, વેપારીઓ સામેલ છે. આ નંબરોને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ ૨૦૧૮-૧૯ની વચ્ચે નિશાન બનાવાયા હતાં.આ યાદીમાં સૌથી ચોંકાવનારું નામ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું છે.પીએમ મોદીએ તેમને તાજેતરમાં જ કેબિનેટમાં સામેલ કર્યા છે.

​​​​​​​ફોન ટેપ થયાનો આક્ષેપ

– રાહુલ ગાંધી (કોંગ્રેસ)
– અશ્વિની વૈષ્ણવ (ભાજપ)
– પ્રહલાદ સિંઘ પટેલ (ભાજપઃ
– અશોક લવાસા (પૂર્વ ચૂંટણી કમિશ્નર)
– પ્રશાંત કિશોર (ઈલેક્શન સ્ટ્રેટેજીસ્ટ)
– અભિષેક બેનરજી (ટીએમસી સાંસદ- મમતા બેનરજીનો ભત્રીજો)
– રંજન ગોગોઈ પર જાતીય સતામણીનો આક્ષેપ મુકનાર મહિલા કર્મી
– જગદીપ છોખર- (એડીઆર સંસ્થા)
– ગગનદીપ કાંગ (વાયરોલોજિસ્ટ)
– વસુંધરા રાજે સિંધિયા ( ભાજપ)
– સંજય કાચરૂ (સ્મૃતિ ઈરાનીના પૂર્વ OSD)
– પ્રવિણ તોગડીયા (પૂર્વ અધ્યક્ષ વીએચપી)

Share Now